TEST SERIES

મિશેલ સ્ટાર્કે રચ્યો ઈતિહાસ, પિતા-પુત્રને આઉટ કરી બનાવ્યો અનોખો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થમાં રમાઈ રહી છે. આ ટેસ્ટ મેચના ચોથા દિવસે વેસ્ટ ઈન્ડિઝની બીજી ઈનિંગ દરમિયાન મિચેલ સ્ટાર્કે તેજનારાયણ ચંદ્રપોલને 45 રનના વ્યક્તિગત સ્કોર પર વોક કરાવ્યો હતો.

તેજનનારાયણે 126 બોલ રમ્યા અને 4 ચોગ્ગા ફટકાર્યા. સ્ટાર્કે 37મી ઓવરના ત્રીજા બોલ પર યુવા બેટ્સમેનને 116 રનના ટીમ સ્કોર પર આઉટ કર્યો હતો. આ સાથે સ્ટાર્કના નામે એક અનોખો રેકોર્ડ નોંધાયો હતો.

હકીકતમાં, મિચેલ સ્ટાર્ક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પિતા અને પુત્ર બંનેને આઉટ કરનાર બોલર બની ગયો છે. તેજનનારાયણને આઉટ કરતા પહેલા સ્ટાર્કે વર્ષ 2012માં શિવનારાયણ ચંદ્રપોલને પોતાનો શિકાર બનાવ્યો હતો. તેજનારાયણ તેના પિતા શિવનારાયણના પગલે ચાલ્યો અને આ ટેસ્ટ મેચ દ્વારા વેસ્ટ ઈન્ડિઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો.

Exit mobile version