TEST SERIES

નાથન લિયોને આ મામલે અશ્વિનને પાછળ છોડીને ઈતિહાસ રચ્યો

ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ સ્પિનર ​​નાથન લિયોને વેસ્ટ ઈન્ડિઝ સામે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર બોલિંગ કરીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. લિયોન દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેન અને ભારતના અનુભવી સ્પિનર ​​આર અશ્વિનને પાછળ છોડીને ટેસ્ટ ક્રિકેટમાં આઠમો સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે.

ઓસ્ટ્રેલિયાના સ્પિનર ​​નાથન લિયોને વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટની બીજી ઈનિંગમાં કાઈલ મેયરને આઉટ કરતાની સાથે જ અશ્વિનને પાછળ છોડી દીધો હતો. હવે તેના નામે 446 ટેસ્ટ વિકેટ થઈ ગઈ છે. આ સાથે જ અશ્વિનના નામે 442 ટેસ્ટ વિકેટ છે. આ ખાસ રેકોર્ડ સાથે નાથન લિયોન હવે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર આઠમો બોલર બની ગયો છે.

નાથન લિયોને પોતાની 111મી ટેસ્ટ મેચમાં આ ખાસ સિદ્ધિ મેળવી છે. બીજી તરફ અશ્વિને ભારત માટે અત્યાર સુધીમાં 86 ટેસ્ટ મેચ રમી છે. જેમાં તેણે 442 બેટ્સમેનોનો શિકાર કર્યો છે.

ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર:

– મુથૈયા મુરલીધરન (શ્રીલંકા) – 800
– શેન વોર્ન (ઓસ્ટ્રેલિયા) – 708
– જેમ્સ એન્ડરસન (ઈંગ્લેન્ડ) – 668
– અનિલ કુંબલે (ભારત) – 619
– સ્ટુઅર્ટ બ્રોડ (ઇંગ્લેન્ડ) – 566
– ગ્લેન મેકગ્રા (ઓસ્ટ્રેલિયા) – 563
– કર્ટની વોલ્શ (વેસ્ટ ઈન્ડિઝ) – 519
– નાથન લિયોન (ઓસ્ટ્રેલિયા) – 446
– આર અશ્વિન (ભારત) – 442
– ડેલ સ્ટેન (દક્ષિણ આફ્રિકા) – 439

Exit mobile version