
દક્ષિણ આફ્રિકાની ટીમ પાંચમાં સ્થાને છે, જ્યારે પાકિસ્તાનની ટીમ છઠ્ઠા સ્થાને છે….
પાકિસ્તાનના સ્પિનર નૌમન અલીએ દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. આ સાથે તેણે પોતાના નામે એક સિદ્ધિ પણ હાંસલ કરી છે. 34 વર્ષીય નૌમન પાકિસ્તાનનો ચોથો સૌથી જુનો ખેલાડી બન્યો છે. તેણે દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ ટેસ્ટ રમીને આ સિદ્ધિ હાંસલ કરી હતી. નૌમન 34 વર્ષ 111 દિવસનો છે અને તે પાકિસ્તાન તરફથી રમવાનો 243 મો ટેસ્ટ ક્રિકેટર બન્યો છે.
પાકિસ્તાન માટે ટેસ્ટમાં ડેબ્યૂ કરનારો સૌથી જુનો ખેલાડી:
મીરાં બખ્શ – 47 વર્ષ 284 દિવસ
ઝુલ્ફિકર બાબર – 34 વર્ષ 308 દિવસ
મોહમ્મદ અસલમ – 34 વર્ષ 117 દિવસ
નૌમન અલી – 34 વર્ષ 111 દિવસ
દક્ષિણ આફ્રિકા સામે ડેબ્યૂ કરનાર નૌમન અલીએ પહેલી ઇનિંગ્સમાં કેપ્ટન ક્વિન્ટન ડી કોક અને ડીન એલ્ગરને આઉટ કર્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં પહેલો શિકાર દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ક્વિન્ટન ડી કોક બન્યો. ત્યારબાદ નૌમાને તે જ ઓવરમાં ડીન એલ્ગરને આઉટ કરીને તેને પેવેલિયન મોકલી દીધો.
દક્ષિણ આફ્રિકાની ટીમ 14 વર્ષ દરમિયાન પાકિસ્તાન આવી છે. બંને દેશો વચ્ચે આ બે મેચની ટેસ્ટ શ્રેણી આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપનો એક ભાગ છે. જ્યારે આ યાદીમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પાંચમાં સ્થાને છે, જ્યારે પાકિસ્તાનની ટીમ છઠ્ઠા સ્થાને છે.
