ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે લોર્ડ્સમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચ દરમિયાન ક્રિકેટને લઈને નહીં પરંતુ પૂર્વ પાકિસ્તાની વડાપ્રધાન અને દિગ્ગજ ક્રિકેટર ઇમરાન ખાનને લઈને મોટો વિવાદ સર્જાયો છે. ઇમરાન ખાનના પુત્રો સુલેમાન અને કાસિમ ખાને આપેલા એક ઇન્ટરવ્યૂના પ્રસારણને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) અને સ્કાય સ્પોર્ટ્સ વચ્ચે તણાવ ઉભો થયો છે.
આ ઇન્ટરવ્યૂમાં ઇમરાન ખાનના પુત્રોએ પોતાના પિતાની જેલમાં રહેલી સ્થિતિ અને સ્વાસ્થ્યને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેણે દાવો કર્યો કે લાંબા સમયથી તેઓ પોતાના પિતાને મળી શક્યા નથી અને તેની તબિયત સતત બગડી રહી છે. ખાસ કરીને ઇમરાન ખાનની આંખોની દ્રષ્ટિ, બ્લડ પ્રેશર અને જેલમાં એકાંતવાસ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. તેના પુત્રોએ પાકિસ્તાન સરકાર પર પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.
આ ઇન્ટરવ્યૂ લોર્ડ્સ ટેસ્ટના લંચ બ્રેક દરમિયાન સ્કાય સ્પોર્ટ્સ પર પ્રસારિત કરવામાં આવ્યો હતો. PCBએ અગાઉથી જ આ ઇન્ટરવ્યૂના પ્રસારણ સામે વાંધો ઉઠાવ્યો હતો. બોર્ડનું માનવું હતું કે ક્રિકેટ મેચના લાઇવ કવરેજ દરમિયાન રાજકીય મુદ્દાને સ્થાન આપવું યોગ્ય નથી. અહેવાલો અનુસાર PCBએ તો ધમકી આપી હતી કે જો ઇન્ટરવ્યૂ પ્રસારિત કરવામાં આવશે તો પાકિસ્તાની ખેલાડીઓ લંચ બાદ મેદાન પર પરત નહીં ફરે.
જોકે અંતે પાકિસ્તાની ટીમ મેદાન પર પરત ફરી હતી અને મેચ ચાલુ રહી હતી. PCBએ સ્કાય સ્પોર્ટ્સ સામે સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી છે. આ સમગ્ર ઘટનાએ ઇંગ્લેન્ડ-પાકિસ્તાન ક્રિકેટ સંબંધોમાં રાજકીય વિવાદનો નવો અધ્યાય ખોલ્યો છે.
#BREAKING | Pakistan Refused To Take Field In 2nd Test Over Imran Khan’s Sons’ Interview
NDTV’s @cheerica reports pic.twitter.com/PfI7UIro0p
— NDTV (@ndtv) August 28, 2026

