ભારતીય ક્રિકેટના બે દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની સરખામણી ફરી એકવાર ચર્ચામાં આવી છે. દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર એબી ડિવિલિયર્સે ટેસ્ટ ક્રિકેટમાં વિદેશી પરિસ્થિતિઓમાં વિરાટ કોહલીને સચિન તેંડુલકર કરતાં વધુ મજબૂત બેટ્સમેન ગણાવ્યો છે. જોકે, આંકડાઓ પર નજર કરીએ તો વિદેશી ધરતી પર સચિનનો રેકોર્ડ વધુ શાનદાર જોવા મળે છે.
સચિન તેંડુલકરે પોતાના ટેસ્ટ કરિયરમાં કુલ 200 મેચ રમીને 15,921 રન બનાવ્યા હતા. વિદેશમાં તેણે 106 ટેસ્ટની 176 ઇનિંગ્સમાં 8,705 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમની બેટિંગ સરેરાશ 54.74 રહી હતી. સચિને વિદેશી ધરતી પર 29 સદી અને 36 અડધી સદી ફટકારી હતી.
બીજી તરફ વિરાટ કોહલીએ 123 ટેસ્ટ મેચમાં 9,230 રન બનાવ્યા હતા. વિદેશમાં તેણે 66 ટેસ્ટમાં 4,774 રન બનાવ્યા અને તેની સરેરાશ 41.13 રહી હતી. આ દરમિયાન વિરાટે 16 સદી અને 18 અડધી સદી નોંધાવી હતી.
જો વાત SENA દેશો એટલે કે દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ, ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાની કરવામાં આવે તો પણ સચિન આગળ છે. સચિને આ દેશોમાં 63 ટેસ્ટમાં 51.30ની સરેરાશથી 5,387 રન બનાવ્યા હતા, જેમાં 17 સદી સામેલ છે. વિરાટે 46 ટેસ્ટમાં 3,661 રન બનાવ્યા હતા અને તેની સરેરાશ 42.08 રહી હતી.
ડિવિલિયર્સનું માનવું છે કે સચિને વિદેશી પરિસ્થિતિઓમાં ભારતીય બેટ્સમેનો માટે રસ્તો ખોલ્યો, જ્યારે વિરાટે આ પરંપરાને વધુ આગળ વધારી. તેથી આ ચર્ચા માત્ર આંકડાઓ પૂરતી મર્યાદિત નથી, પરંતુ બંને દિગ્ગજોના ભારતીય ક્રિકેટ પરના પ્રભાવને પણ દર્શાવે છે.
After the recent buzz created by AB de Villiers, who called Virat Kohli a stronger overseas Test batter than Sachin Tendulkar… 👀
Here’s what the stats say. 📊
Now you decide. Or debate it in the comments. 👇🔥
.
.
.
.#Cricket #ViratKohli #SachinTendulkar #abdevilliers pic.twitter.com/dcKMrE4oMz— CREX (@Crex_live) August 20, 2026

