શ્રીલંકા સામેની બે ટેસ્ટ મેચની શ્રેણીમાં ભારતે પ્રથમ ટેસ્ટમાં 165 રનથી શાનદાર જીત મેળવી હતી. હવે બંને ટીમો વચ્ચેનો બીજો અને અંતિમ ટેસ્ટ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાવાનો છે. આ મુકાબલા પહેલાં ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઇંગ-11ને લઈને મોટું અપડેટ સામે આવ્યું છે.
પ્રથમ ટેસ્ટમાં ભારતની જીતમાં સ્પિનર માનવ સુથારે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે મેચમાં કુલ 10 વિકેટ ઝડપી હતી. રવિન્દ્ર જાડેજાએ પણ બોલિંગમાં અસરકારક પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ કુલદીપ યાદવને પ્રથમ ટેસ્ટમાં માત્ર 25 ઓવર જ આપવામાં આવી હતી અને તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું રહ્યું નહોતું. તેથી બીજા ટેસ્ટમાં કુલદીપની જગ્યાએ મધ્ય પ્રદેશના ઓલરાઉન્ડર સારાંશ જૈનને તક મળી શકે છે.
33 વર્ષીય સારાંશ જૈને ઘરેલુ ક્રિકેટમાં સતત સારો દેખાવ કર્યો છે. 2025-26 રણજી ટ્રોફી સિઝનમાં તેણે 518 રન બનાવવાની સાથે 30 વિકેટ પણ ઝડપી હતી. શ્રીલંકા A સામેની ભારત Aની અનઑફિશિયલ ટેસ્ટ શ્રેણીમાં પણ તેણે સાત વિકેટ ઝડપી હતી. હવે તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળે તેવી શક્યતા છે.
બેટિંગ વિભાગમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે. યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, દેવદત્ત પડિક્કલ અને કેપ્ટન શુભમન ગિલ ટોપ ઓર્ડરમાં રહેશે. રિષભ પંત વિકેટકીપર તરીકે અને ધ્રુવ જુરેલ પણ ટીમમાં જળવાઈ રહેવાની શક્યતા છે. ધ્રુવ જુરેલે પ્રથમ ટેસ્ટમાં અડધી સદી ફટકારી હતી, જેના કારણે સરફરાઝ ખાનને હજુ રાહ જોવી પડી શકે છે.
બોલિંગમાં મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાની જોડી યથાવત રહેવાની સંભાવના છે. સ્પિન વિભાગમાં જાડેજા, માનવ સુથાર અને સંભવિત ડેબ્યુ કરનાર સારાંશ જૈન શ્રીલંકાના બેટ્સમેનો માટે પડકાર ઊભો કરી શકે છે. ભારત હવે શ્રેણી 2-0થી જીતવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે.
Saransh Jain to replace Kuldeep Yadav in IND vs SL 2nd Test? India coach breaks silence#cricket #TeamIndia #SLvIND #INDvSLhttps://t.co/D6LzRnMiqs
— CREX (@Crex_live) August 21, 2026

