TEST SERIES

સિરાજ બહાર તો આ ખેલાડીની લોટરી

IPL 2026માં સતત ક્રિકેટ રમ્યા બાદ મોહમ્મદ સિરાજના વર્કલોડ મેનેજમેન્ટને લઈને ચર્ચા ચાલી રહી છે. જો તેમને આરામ આપવામાં આવશે તો જમ્મુ-કાશ્મીરના તેજ ગતિના બોલર ઓકિબ નબીને ટીમમાં સ્થાન મળી શકે છે, જ્યારે ગુર્નૂર બ્રાર ડેબ્યૂ માટે સૌથી મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 6 જૂનથી શરૂ થનારી એકમાત્ર ટેસ્ટ મેચ પહેલાં ભારતીય ટીમ માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. ટીમના મુખ્ય ઝડપી બોલર Mohammed Sirajની ઉપલબ્ધતા અંગે હજુ સુધી સ્પષ્ટતા થઈ નથી. લાંબી અને થકાવનારી IPL 2026 સીઝન બાદ ટીમ મેનેજમેન્ટ તેના વર્કલોડ પર નજર રાખી રહ્યું છે અને આગામી બે દિવસમાં તેની ફિટનેસ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.

જો સિરાજને આરામ આપવામાં આવે તો જમ્મુ-કાશ્મીરના પ્રતિભાશાળી પેસર Auqib Nabiને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. નબી હાલમાં નેટ બોલર તરીકે ટીમ સાથે જોડાયેલા છે અને તેણે રણજી ટ્રોફી 2025-26માં શાનદાર પ્રદર્શન કરીને 60 વિકેટ ઝડપી હતી.

સાથે જ પંજાબના ડાબોડી ઝડપી બોલર Gurnoor Brarને પ્લેઇંગ ઇલેવનમાં ડેબ્યૂ કરવાની સૌથી વધુ સંભાવના હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ભારતીય ટીમ મેનેજમેન્ટ અનુભવ અને યુવા પ્રતિભા વચ્ચે સંતુલન જાળવવા માંગે છે, તેથી સિરાજ અંગેનો નિર્ણય ટીમની બોલિંગ કોમ્બિનેશન માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

Exit mobile version