ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે લગભગ 18 વર્ષનો સફળ સંબંધ પૂર્ણ કર્યા બાદ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ હવે ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના નવા મુખ્ય કોચ બની શકે છે. મીડિયા અહેવાલો મુજબ, ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB)એ ફ્લેમિંગને આ પદ માટે સૌથી મજબૂત દાવેદાર માન્યા છે અને ટૂંક સમયમાં તેની નિમણૂકની સત્તાવાર જાહેરાત થઈ શકે છે.
તાજેતરમાં બ્રેન્ડન મેકકલમને ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના મુખ્ય કોચ પદેથી હટાવવામાં આવ્યા હતા, જોકે તેઓ વ્હાઇટ-બોલ (વનડે અને ટી20) ટીમ સાથે જોડાયેલા રહેશે. ત્યારબાદ ટેસ્ટ ટીમ માટે નવા કોચની શોધ શરૂ થઈ હતી, જેમાં ટોમ મૂડી, જોનાથન ટ્રોટ સહિત અનેક મોટા નામ ચર્ચામાં હતા. જોકે અંતે સ્ટીફન ફ્લેમિંગ સૌથી આગળ નીકળ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
ફ્લેમિંગનો કોચિંગ અનુભવ અત્યંત સમૃદ્ધ રહ્યો છે. તેમણે CSKને પાંચ વખત IPL ચેમ્પિયન બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં તેની વ્યૂહરચના અને શાંત નેતૃત્વ માટે તેઓ જાણીતા છે. તેના માર્ગદર્શન હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ વિશ્વની સૌથી સફળ ટી20 ફ્રેન્ચાઇઝીઓમાં સ્થાન પામી હતી.
અહેવાલો અનુસાર, ECBના મેનેજિંગ ડિરેક્ટર રોબ કીએ ફ્લેમિંગના ઈન્ટરવ્યૂથી પ્રભાવિત થયા હતા. ફ્લેમિંગની બ્રેન્ડન મેકકલમ સાથે સારી સમજણ અને લાંબા સમયનો ક્રિકેટિંગ અનુભવ પણ તેની પસંદગી પાછળનું મહત્વનું કારણ માનવામાં આવે છે. જો તમામ પ્રક્રિયા સમયસર પૂર્ણ થશે તો ફ્લેમિંગ દક્ષિણ આફ્રિકા સામેની આગામી ટેસ્ટ શ્રેણીથી ઈંગ્લેન્ડની જવાબદારી સંભાળી શકે છે.
જો આ નિમણૂક સત્તાવાર બને છે તો તે ફ્લેમિંગના કોચિંગ કરિયરની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય જવાબદારી ગણાશે. સાથે જ CSKમાં તેના ઐતિહાસિક અધ્યાય બાદ હવે તેઓ ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમને નવી દિશા આપવાની પડકારજનક ભૂમિકામાં જોવા મળી શકે છે.
स्टीफन फ्लेमिंग इंग्लैंड के टेस्ट कोच के तौर पर ब्रेंडन मैकुलम की जगह लेने को तैयार#StephenFleming #England #test #coachhttps://t.co/dKRkji2o7L
— CricTracker Hindi (@ct_hindi) July 30, 2026
