
હવે રોસ ટેલરનું નામ પણ આ સૂચિમાં જોડાયું છે…
સાઉધમ્પ્ટન ગ્રાઉન્ડ પર ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ પાંચમા દિવસે ન્યુઝીલેન્ડના મજબૂત મધ્યમ ક્રમના બેટ્સમેન રોસ ટેલરની વિકેટ ઝડપી હતી. ચુસ્ત બોલિંગથી શમીએ અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં માત્ર બે બેટ્સમેનને છ વખત આઉટ કર્યો હતો. હવે રોસ ટેલરનું નામ પણ આ સૂચિમાં જોડાયું છે.
શમીએ લીધેલી વિકેટો:
રોસ ટેલર: 6 વખત
જોસ બટલર: 6 વખત
હાશિમ આમલા: 6 વાર
કેન વિલિયમસન: 5 વખત
એમ. સેમ્યુએલ્સ: 5 વખત
ડ્વેન બ્રાવો: 5 વખત
વરોન ફિલેન્ડર: 5 વખત
