ગોલ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને 165 રને હરાવી બે મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. ભારતની આ જીતમાં યુવા ડાબોડી સ્પિનર માનવ સુથાર સૌથી મોટા હીરો બનીને સામે આવ્યો. સુથારે બીજી ઇનિંગમાં 55 રન આપીને 6 વિકેટ ઝડપી અને સમગ્ર મેચમાં કુલ 10 વિકેટ પોતાના નામે કરી.
શ્રીલંકાને જીત માટે 372 રનનો પડકાર મળ્યો હતો. જવાબમાં યજમાન ટીમ એક સમયે 175 રનમાં 6 વિકેટ ગુમાવીને મુશ્કેલીમાં હતી, પરંતુ સોનલ દિનુશા અને કેશરા નુવાન્થા વચ્ચે 43 રનની ભાગીદારી ભારત માટે ચિંતાનું કારણ બની રહી હતી. અહીં કેપ્ટન શુભમન ગિલે બોલ માનવ સુથારને સોંપ્યો અને 76મો ઓવર મેચનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો.
સુથારે આ ઓવરમાં સતત ત્રણ વિકેટ ઝડપી શ્રીલંકાની કમર તોડી નાખી. પ્રથમ બોલ પર તેણે સોનલ દિનુશાને 84 રને આઉટ કર્યા. ત્યારબાદ પ્રભાત જયસૂર્યાને ગોલ્ડન ડક પર બોલ્ડ કર્યો. ઓવરના અંતિમ બોલે લાહિરુ કુમારાનો કેચ વિકેટકીપર ઋષભ પંતે પકડ્યો. આ ઓવરે શ્રીલંકાનો સ્કોર 199/9 કરી દીધો અને ભારતની જીત લગભગ નિશ્ચિત બની ગઈ.
આ પછી સુથારે કેશરા નુવાન્થાને બોલ્ડ કરીને શ્રીલંકાની ઇનિંગ્સ 206 રને સમેટી દીધી. આ સાથે તેણે પોતાના ટેસ્ટ કરિયરમાં પ્રથમ 10 વિકેટનો હોલ નોંધાવ્યો. અગાઉની ઇનિંગ્સમાં પણ સુથારે ચાર વિકેટ ઝડપી હતી.
ભારતની આ જીત શ્રીલંકાની ધરતી પર સતત છઠ્ઠી ટેસ્ટ જીત છે. સુથારનું શાનદાર પ્રદર્શન ભારતીય સ્પિન બોલિંગ માટે પણ મોટી ખુશખબર છે. ગોલમાં તેણે સાબિત કરી દીધું કે દબાણભરી પરિસ્થિતિમાં મેચનો નકશો એક જ ઓવરથી બદલવાની ક્ષમતા તેની પાસે છે.
A MAGICAL SPELL FROM MANAV SUTHAR SEALS VICTORY FOR INDIA! 🇮🇳👊
A sensational six-wicket haul wraps up the match for India in style! 🤍✨#SLvIND #Tests #WTC #Sportskeeda pic.twitter.com/OxQMYnVVDk
— Sportskeeda (@Sportskeeda) August 19, 2026

