TEST SERIES

ધ એશિઝઃ ધમાકેદાર ફોર્મમાં ચાલી રહેલા આ અંગ્રેજ ખેલાડીએ તોડ્યો સચિન તેંડુલકરનો રેકોર્ડ

ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ એશિઝ શ્રેણીમાં પોતાનું શાનદાર ફોર્મ જારી રાખ્યું છે. સમગ્ર વર્ષ દરમિયાન ટેસ્ટ ક્રિકેટમાં ધમાલ મચાવનાર ઈંગ્લિશ કેપ્ટને એડિલેડ ટેસ્ટની બીજી ઈનિંગમાં મજબૂત રેકોર્ડ બનાવ્યો હતો.

એક કેલેન્ડર વર્ષમાં ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારની યાદીમાં તેણે ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર અને સચિન તેંડુલકરને પાછળ છોડી દીધા છે. એક સિઝનમાં સૌથી વધુ રન બનાવવાના મામલે તે હવે માત્ર ભૂતપૂર્વ પાકિસ્તાની બેટ્સમેનથી પાછળ છે.

શનિવારે એડિલેડમાં રમાઈ રહેલી શ્રેણીની બીજી મેચના ત્રીજા દિવસે રૂટે પ્રથમ સેશનમાં શાનદાર બેટિંગ કરીને અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન તેણે એક સિઝનમાં સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાના મામલે સચિન અને ગાવસ્કરને પાછળ છોડી દીધા. ભારતીય દિગ્ગજ ગાવસ્કરે 1979માં કુલ 1555 રન બનાવ્યા હતા, જેને સચિને 2010માં 1562 રન બનાવીને તોડી નાખ્યા હતા.

બીજી ટેસ્ટ મેચમાં ઉતરતા પહેલા રૂટના ખાતામાં આ વર્ષે કુલ 1544 રન હતા. તેણે પહેલા દાવમાં 12મા રન સાથે સુનીલ ગાવસ્કરનો રેકોર્ડ તોડ્યો અને પછી 19મો રન બનાવીને સચિનને ​​પાછળ છોડી દીધો. એક સિઝનમાં સૌથી વધુ રનનો રેકોર્ડ પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન મોહમ્મદ યુસુફના નામે છે, જેણે વર્ષ 2006માં 1788 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ દિગ્ગજ વિવ રિચર્ડ્સ દ્વારા 1976માં બનાવેલા 1710 રનનો રેકોર્ડ પાકિસ્તાની દિગ્ગજ ખેલાડીએ તોડ્યો હતો.

રૂટે આ સિઝનની શરૂઆત બેવડી સદીથી કરી હતી. અત્યાર સુધી તેણે 11 ટેસ્ટ મેચ રમીને 1600થી વધુ રન બનાવ્યા છે. છ સદી અને ત્રણ અડધી સદી ફટકારનાર આ બેટ્સમેને આ સિઝનમાં અત્યાર સુધીમાં કુલ 2 બેવડી સદી ફટકારી છે.

Exit mobile version