TEST SERIES

મેદાન પર તૂટ્યો ‘ભાઈ-ભાઈ’નો સંબંધ

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે રમાઈ રહેલા બીજા ટેસ્ટ મેચના ત્રીજા દિવસે મેદાન પર તણાવપૂર્ણ દૃશ્ય જોવા મળ્યું હતું. બાંગ્લાદેશના અનુભવી બેટ્સમેન Mushfiqur Rahim અને પાકિસ્તાનના કેપ્ટન Shan Masood વચ્ચે મેદાન પર જોરદાર બોલાચાલી થઈ હતી. મામલો એટલો વધી ગયો કે અમ્પાયરોને વચ્ચે પડી બંને ખેલાડીઓને શાંત કરાવવા પડ્યા હતા.

આ ઘટના બાંગ્લાદેશની બીજી ઇનિંગ્સના 78મા ઓવરના અંતે બની હતી. માહિતી અનુસાર મુશફિકુર રહીમ પાકિસ્તાની ટીમ પર રમત મોડું શરૂ કરવાનો આરોપ લગાવી રહ્યા હતા અને સમય બગાડવા બદલ નારાજગી વ્યક્ત કરી રહ્યા હતા. તેના જવાબમાં શાન મસૂદે પણ કડક પ્રતિક્રિયા આપી હતી. મસૂદે રહીમને યાદ અપાવ્યું કે જ્યારે તે મેદાન પર ક્રેમ્પ્સની સારવાર લઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાની ટીમે કોઈ ફરિયાદ કરી નહોતી. સ્ટંપ માઇકમાં બંને ખેલાડીઓ વચ્ચેની આ તીખી ચર્ચા સ્પષ્ટ રીતે સાંભળવા મળી હતી.

જો કે આ વિવાદ વચ્ચે મુશફિકુર રહીમે પોતાના બેટથી પાકિસ્તાની બોલરોને કરારો જવાબ આપ્યો હતો. તેણે બીજી ઇનિંગ્સમાં શાનદાર 137 રનની ઇનિંગ્સ રમી હતી. રહીમે Litton Das સાથે 123 રન અને Taijul Islam સાથે 77 રનની મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી બાંગ્લાદેશને 390 રન સુધી પહોંચાડ્યું હતું.

આ શતક સાથે મુશફિકુર રહીમ બાંગ્લાદેશ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 14 શતક ફટકારનાર બેટ્સમેન બની ગયા છે. તેણે Mominul Haqueનો 13 શતકનો રેકોર્ડ પાછળ છોડી દીધો છે.

બાંગ્લાદેશે હવે પાકિસ્તાન સામે જીત માટે 437 રનનું વિશાળ લક્ષ્ય મૂક્યું છે. પ્રથમ ટેસ્ટ જીત્યા બાદ બાંગ્લાદેશ હવે પાકિસ્તાન સામે ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતની નજીક પહોંચી ગયું છે.

Exit mobile version