ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC 2023)ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ સામે મજબૂત પકડ બનાવી લીધી છે. જેમાં ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગમાં 4 વિકેટે 123 રનથી આગળ રમવાનું શરૂ કરશે. માર્નસ લાબુશેન (41) અને કેમેરોન ગ્રીન (7) અણનમ છે.
તમને જણાવી દઈએ કે WTC ફાઇનલમાં ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની પ્રથમ ઇનિંગમાં 469 રન બનાવ્યા હતા. આ પછી ટીમ ઈન્ડિયા પોતાની પ્રથમ ઈનિંગમાં 296 રન જ બનાવી શકી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 173 રનની લીડ મળી હતી. ત્રીજા દિવસની રમતના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ કુલ 296 રનની લીડ બનાવી લીધી છે.
જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બેટિંગમાં શાર્દુલનો રેકોર્ડ ઘણો સારો છે.
ઓસ્ટ્રેલિયા સામે શાર્દુલનો ટેસ્ટ બેટિંગ રેકોર્ડ જોઈએ તો
કુલ ટેસ્ટ મેચો: 9
ઇનિંગ્સ: 15
રન બનાવ્યા: 305
સરેરાશ: 21.78
પચાસ: 2
શ્રેષ્ઠ સ્કોર: 67
લોર્ડ શાર્દુલ તરીકે ઓળખાતા આ ઓલરાઉન્ડરે WTC ફાઇનલમાં અડધી સદીની ઇનિંગ રમીને ધ ઓવલ મેદાન પર ઇતિહાસ રચ્યો છે. શાર્દુલ ઓવલ ખાતે સતત 3 ટેસ્ટમાં 50 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય ખેલાડી બન્યો છે. એકંદરે, ઓવલ ખાતેની આ ટેસ્ટ પહેલા, માત્ર સર ડોન બ્રેડમેન અને એલન બોર્ડર એકમાત્ર મુલાકાતી ખેલાડી હતા જેમણે સતત ત્રણ વખત 50 રન બનાવ્યા હતા. હવે શાર્દુલે આ દિગ્ગજોની બરાબરી કરી લીધી છે.