આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની ટેસ્ટ ખેલાડીઓની રેન્કિંગમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન જો રૂટ હવે ટેસ્ટ ક્રિકેટના નંબર-1 બેટ્સમેન રહ્યા નથી. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ડાબોડી બેટ્સમેન ટ્રેવિસ હેડ પ્રથમ વખત પોતાની કારકિર્દીમાં ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં ટોચના સ્થાન પર પહોંચી ગયા છે.
તાજેતરમાં ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટમાં જો રૂટ અને હેરી બ્રૂક બંનેનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહોતું. તેના કારણે રૂટના 31 અને બ્રૂકના 14 રેટિંગ પોઈન્ટ ઘટ્યા, જ્યારે ટ્રેવિસ હેડને તેનો સીધો ફાયદો મળ્યો. હેડ હવે 853 રેટિંગ પોઈન્ટ સાથે નંબર-1 ટેસ્ટ બેટ્સમેન બન્યા છે. હેરી બ્રૂક 852 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે જો રૂટ 851 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે સરકી ગયા છે.
ખાસ વાત એ છે કે ટ્રેવિસ હેડ જૂન 2023 બાદ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં નંબર-1 બનનારા પ્રથમ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન બન્યા છે. તે સમયે માર્નસ લાબુશેન ટોચના સ્થાને હતા. છેલ્લા કેટલાક સમયથી રૂટ અને બ્રૂક વચ્ચે નંબર-1 સ્થાન માટે સતત હરીફાઈ ચાલી રહી હતી, પરંતુ હવે હેડે બંનેને પાછળ છોડીને શિખર સર કર્યું છે.
આઈસીસીની આ નવી રેન્કિંગમાં અન્ય પણ કેટલાક ફારો જોવા મળ્યા છે. ભારતના સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ફરી ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં નંબર-1 બન્યા છે, જ્યારે ટી20 આંતરરાષ્ટ્રીય બેટિંગ રેન્કિંગમાં ઈશાન કિશને અભિષેક શર્માને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું છે.
ટ્રેવિસ હેડ માટે આ સિદ્ધિ તેમની શાનદાર અને સતત પ્રદર્શનનું પરિણામ છે. હવે નજર એ વાત પર રહેશે કે તેઓ આગામી ટેસ્ટ શ્રેણીઓમાં પોતાનું નંબર-1 સ્થાન જાળવી રાખી શકે છે કે નહીં, કારણ કે જો રૂટ અને હેરી બ્રૂક જેવા દિગ્ગજ ખેલાડીઓ ફરી ટોચ પર પહોંચવા માટે તૈયાર છે.
🚨 Aussie on top of Test batting charts 🚨
After shifting between Harry Brook and Joe Root recently, the No.1 spot in ICC Rankings for Test batters is now with Travis Head 🔥🔥🔥 pic.twitter.com/1LUjch9CZT
— Cricbuzz (@cricbuzz) July 1, 2026

