
ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે બે મેચોની શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ ક્રાઈસ્ટચર્ચમાં રમાઈ રહી છે. કિવી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે આ મેચના બીજા દિવસે અજાયબી કરી બતાવી. બાંગ્લાદેશના મેહદી હસનને આઉટ થતાં જ ટ્રેન્ટ બોલ્ટે ટેસ્ટ ક્રિકેટમાં 300 વિકેટનો આંકડો સ્પર્શી લીધો હતો.
બોલ્ટ ન્યૂઝીલેન્ડ માટે 300 ટેસ્ટ વિકેટ લેનારો ચોથો બોલર છે. તેની પહેલા રિચર્ડ હેડલી, ડેનિયલ વેટોરી અને ટિમ સાઉથી આ કરી ચુક્યા છે. એક ખાસ કિસ્સામાં, બોલ્ટે સાઉથી, જેમ્સ એન્ડરસન અને નાથન લિયોન જેવા દિગ્ગજ બોલરોને પાછળ છોડી દીધા છે.
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 300 વિકેટ લેવાના મામલામાં બોલ્ટે સાઉથી, એન્ડરસન અને લિયોન જેવા બોલરોને પાછળ છોડી દીધા છે. બોલ્ટે તેની 75મી ટેસ્ટ મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી જ્યારે સાઉથી, લિયોન અને એન્ડરસને અનુક્રમે 76મી, 77મી અને 81મી ટેસ્ટ મેચમાં આવું કર્યું હતું.
