TEST SERIES

જુવો: ઓવલ પર ભારતની ઐતિહાસિક જીત પર, મોહમ્મદ કૈફે ‘નાગિન ડાન્સ’ કર્યો

ભારતે લંડનના ઓવલ મેદાન પર રમાયેલી ચોથી ટેસ્ટ મેચમાં યજમાન ઇંગ્લેન્ડને 157 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1ની લીડ મેળવી લીધી છે. 50 વર્ષમાં આ મેદાન પર ભારતની પ્રથમ જીત છે. મેચમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં 90 રનની લીડ લેવા માટે પોતાની પ્રથમ ઈનિંગમાં 290 રન બનાવ્યા હતા. જોકે ટીમ ઈન્ડિયાએ બીજા દાવમાં જોરદાર વાપસી કરી હતી. મુલાકાતી ટીમે બીજા દાવમાં 466 રન બનાવ્યા હતા અને ઇંગ્લેન્ડને જીતવા માટે 368 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્ય સામે ઇંગ્લેન્ડની ટીમ 210 રનમાં સમેટાઇ ગઇ હતી અને ભારતે મેચ શાનદાર રીતે જીતી લીધી હતી. ભારતની આ જીત બાદ પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફે ચાહકોને આપેલું વચન પાળવું પડ્યું.

વાસ્તવમાં, કૈફે ચાહકોને વચન આપ્યું હતું કે જો ભારતીય ટીમ ચોથી ટેસ્ટમાં જીતશે તો તેઓ નાગીન ડાન્સ કરશે. ટીમ ઈન્ડિયાની આ  ઐતિહાસિક જીત બાદ કૈફે નાગીન ડાન્સ કરીને પોતાનું વચન પૂર્ણ કર્યું.

 

Exit mobile version