TEST SERIES

ઇંગ્લેન્ડના આગામી ટેસ્ટ કેપ્ટન બનશે હેરી બ્રૂક?

ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓલરાઉન્ડર અને નિવૃત્ત ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સે પોતાના ઉત્તરાધિકારી તરીકે હેરી બ્રૂકનું ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કર્યા બાદ સ્ટોક્સે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો આગામી ટેસ્ટ કેપ્ટનની પસંદગી કરવામાં આવે તો તેની પ્રથમ પસંદગી હેરી બ્રૂક જ હશે.

સ્ટોક્સે જણાવ્યું કે હેરી બ્રૂક છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ટીમના ઉપ-કેપ્ટન તરીકે જવાબદારી નિભાવી રહ્યો છે. તેના પાસે નેતૃત્વ કરવાની ક્ષમતા, અનુભવ અને રમતને સમજવાની કાબેલિયત છે. સ્ટોક્સના જણાવ્યા અનુસાર, જ્યારે કોઈ ખેલાડીને ઉપ-કેપ્ટન બનાવવામાં આવે છે ત્યારે તે ભવિષ્યના કેપ્ટન તરીકે તૈયાર કરવામાં આવતો હોય છે. તેથી બ્રૂકને ટેસ્ટ ટીમની કમાન સોંપવી એક સ્વાભાવિક પ્રક્રિયા રહેશે.

તાજેતરમાં જ્યારે સ્ટોક્સ ટીમમાં ઉપલબ્ધ નહોતા ત્યારે ઇંગ્લેન્ડે અનુભવી જો રૂટને કેપ્ટન બનાવ્યો હતો. આ અંગે સ્ટોક્સે કહ્યું કે તે નિર્ણયમાં તેની કોઈ ભૂમિકા નહોતી અને ટીમ મેનેજમેન્ટે તે સમયે અલગ નિર્ણય લીધો હતો. જોકે, તેણે ભારપૂર્વક કહ્યું કે બ્રૂકમાં સફળ કેપ્ટન બનવા માટે જરૂરી તમામ ગુણો છે અને તેઓ તેને 100 ટકા સમર્થન આપે છે.

હેરી બ્રૂક હાલમાં ઇંગ્લેન્ડની વનડે અને ટી20 ટીમની પણ કમાન સંભાળી રહ્યો છે. તેની આક્રમક બેટિંગ અને શાંત સ્વભાવ કારણે તેને ટીમના ભવિષ્યના નેતા તરીકે જોવામાં આવે છે. સ્ટોક્સનું માનવું છે કે કેપ્ટનશિપની વધારાની જવાબદારી બ્રૂકના પ્રદર્શનને વધુ મજબૂત બનાવી શકે છે અને તે ટીમને નવી દિશા આપી શકે છે.

હવે સૌની નજર ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડના આગામી નિર્ણય પર રહેશે. જો સ્ટોક્સની ભલામણને માન્યતા મળશે તો હેરી બ્રૂક ઇંગ્લેન્ડના આગામી ટેસ્ટ કેપ્ટન તરીકે નવી શરૂઆત કરી શકે છે અને ટીમના નવા યુગની આગેવાની સંભાળી શકે છે.

Exit mobile version