ઓડીઆઈ વર્લ્ડ કપ 2023ની 41મી મેચમાં જ્યારે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ દરમિયાન એન્જેલો મેથ્યુઝ બેટિંગ કરવા આવ્યો ત્યારે એક રસપ્રદ દ્રશ્ય જોવા મળ્યું. મેથ્યુઝ તેની છેલ્લી મેચમાં એકપણ બોલ રમ્યા વિના ટાઈમ આઉટ થઈ ગયો હતો અને જ્યારે તે કિવી સામે બેટિંગ કરવા આવ્યો ત્યારે કેન વિલિયમસન તેની સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો.
મેથ્યુઝ પીચ પર પહોંચતા જ કેન વિલિયમસન તેની પાસે ગયો અને મજાકમાં પૂછ્યું કે શું તમારી હેલ્મેટનો પટ્ટો બરાબર છે. વિલિયમસન સાથેની આ વાતચીત બાદ તે હસતો હસતો બેટિંગના પોતાના છેડે પહોંચ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.
Kane Williamson asking Angelo Mathews if he had checked his Helmet strap when he came to bat. 😂😂😂#NZvsSL #WorldCup2023india #ICCWorldCup #AngeloMatthews pic.twitter.com/cHbdneWEZ8
— Saber (@SabirCafe) November 9, 2023
