U-60

જોફ્રા આર્ચર IPL પછી સીધો એશિઝ શ્રેણી રમવા જશેઃ કોચ પોલ ફારબ્રો

Pic- Crictracker

ઈંગ્લેન્ડનો ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર આઈપીએલમાં રમતી વખતે એશિઝ માટે તૈયારી કરવાનું ચાલુ રાખશે અને આઈપીએલ પછી સીધો ઓસ્ટ્રેલિયા સામે એશિઝ શ્રેણી રમવા જશે.

સસેક્સના મુખ્ય કોચ પોલ ફારબ્રોએ જણાવ્યું હતું કે આર્ચર જૂનમાં એશિઝ શ્રેણી પહેલા રેડ-બોલ ક્રિકેટ રમી શકશે નહીં. પ્રથમ એશિઝ ટેસ્ટ એજબેસ્ટન ખાતે 16 જૂનથી શરૂ થશે. કોણીની ઈજા અને ગ્રોઈન સ્ટ્રેસ ફ્રેક્ચરમાંથી સાજા થયા બાદ આર્ચર આ વર્ષે ઈંગ્લેન્ડ માટે સાત મેચ રમ્યો હતો.

ફારબ્રાસે કહ્યું, ‘ઈંગ્લેન્ડની ટીમની રણનીતિ એ છે કે જોફ્રા IPLમાં રમશે. જો બધું બરાબર રહેશે તો તે સીધો આઈપીએલમાંથી એશિઝ રમવા જશે. આઈપીએલની ફાઈનલ 28 મેના રોજ રમાશે.

Exit mobile version