ODI વર્લ્ડ કપ 2023 પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ માટે સારા સમાચાર આવ્યા છે. ટીમનો અનુભવી બેટ્સમેન કેન વિલિયમસન ટૂંક સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરવા જઈ રહ્યો છે. કેન વિલિયમસન ઈજામાંથી સાજો થઈ ગયો છે અને તેણે નેટ્સમાં પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે.
વિલિયમસન માઉન્ટ મૌનગાનુઇમાં ટ્રેનિંગ કેમ્પમાં ટીમ સાથે છે. ટીમ મહિનાના અંતમાં UAE અને ઈંગ્લેન્ડ સામે સફેદ બોલની મેચ માટે રવાના થશે. વિલિયમસને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો.
Get the latest on Kane Williamson's injury rehab from the man himself and BLACKCAPS coach Gary Stead. #CricketNation pic.twitter.com/vJQGOTO83E
— BLACKCAPS (@BLACKCAPS) August 4, 2023