U-60

શ્રીલંકાને લાગ્યો આંચકો, દુષ્મંત ચમીરા ઈજાના કારણે એશિયા કપમાંથી બહાર

શ્રીલંકન ક્રિકેટ ટીમને મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે જમણા હાથના ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરા પગમાં ઈજાના કારણે એશિયા કપ 2022માંથી બહાર થઈ ગયો. આઈસીસીએ તેની વેબસાઈટ પર જણાવ્યું કે ટીમ પ્રેક્ટિસ કરી રહી હતી ત્યારે ચમીરાને ઈજા થઈ હતી.

ઈજાગ્રસ્ત ચમીરાના સ્થાને નુવાન તુશારાને હવે એશિયા કપ 2022 માટે શ્રીલંકાની 18 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તુષારાએ કેટલીક T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તુષારાએ ડેબ્યૂ કર્યા બાદથી ચાર T20Iમાં બે વિકેટ ઝડપી છે.

ટૂર્નામેન્ટમાં ટીમે 27 ઓગસ્ટે દુબઈમાં અફઘાનિસ્તાન સામે તેની પ્રથમ મેચ રમવાની છે.

Exit mobile version