IPL

5 કેપ્ટન જેમને ટીમમાંથી બહાર કરી શકાય છે

IPL 2026 પૂરો થતાં જ હવે તમામ ટીમો આગામી સિઝનની તૈયારીમાં લાગી ગઈ છે. પરંતુ આ વખતે ચર્ચાનો સૌથી મોટો વિષય ખેલાડીઓ નહીં, પરંતુ કેપ્ટનો બન્યા છે. અનેક દિગ્ગજ કેપ્ટનો પોતાની ટીમને પ્લેઓફ સુધી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે આગામી સિઝન પહેલા મોટા ફેરફારો થવાની અટકળો તેજ બની છે.

સૌથી વધુ ચર્ચામાં મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન Hardik Pandya છે. ટીમનું પ્રદર્શન આ સિઝનમાં ખૂબ જ નિરાશાજનક રહ્યું હતું. હાર્દિક બેટ અને બોલ બંનેમાં અસર છોડી શક્યા નહોતા, જેના કારણે ફરી એકવાર તેની કેપ્ટનશિપ પર સવાલો ઊભા થયા છે.

લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન Rishabh Pant માટે પણ સિઝન ખરાબ સપનાથી ઓછી નહોતી. IPL ઇતિહાસના સૌથી મોંઘા ખેલાડી હોવા છતાં પંત બેટિંગ અને નેતૃત્વ બંનેમાં નિષ્ફળ રહ્યા. રિપોર્ટ્સ મુજબ LSG મેનેજમેન્ટ હવે નવી દિશામાં વિચાર કરી રહ્યું છે.

ચેન્નાઈ સુપર કિંગ્સના યુવા કેપ્ટન Ruturaj Gaikwad પર પણ દબાણ વધી રહ્યું છે. ટીમ સતત સંઘર્ષ કરતી જોવા મળી અને કોચ સ્ટીફન ફ્લેમિંગે પણ જાહેરમાં કહ્યું કે ગાયકવાડને વધુ જવાબદારી લેવાની જરૂર છે.

તે સિવાય કોલકાતા નાઇટ રાઇડર્સના Ajinkya Rahane અને દિલ્હી કેપિટલ્સના Axar Patel પણ જોખમમાં હોવાનું માનવામાં આવે છે. બંને ટીમો અપેક્ષા મુજબનું પ્રદર્શન આપી શકી નહોતી અને હવે ફ્રેન્ચાઇઝીઓ આગામી સિઝન પહેલા મોટો નિર્ણય લઈ શકે છે.

Exit mobile version