ભારતીય ક્રિકેટમાં એક નવી સંસનાટી તરીકે ઉભરતા હાલ પોતાના પ્રદર્શન અને આત્મવિશ્વાસથી સૌનું ધ્યાન ખેંચી રહ્યા છે. માત્ર 15 વર્ષની ઉંમરે જ તેમની બેટિંગમાં દેખાતી નિર્ભીકતા અને પ્રભાવશાળી શૈલી ક્રિકેટ જગતમાં ચર્ચાનો વિષય બની છે.
હાલમાં ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર એ પણ તેની પ્રતિભા વિશે મોટું નિવેદન આપ્યું છે. જામીસને કહ્યું કે, મેં મારા જીવનમાં ક્યારેય 15 વર્ષના ખેલાડીથી આટલો ડર અનુભવ્યો નથી. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સુર્યવંશીનો પ્રભાવ માત્ર ભારતમાં જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અનુભવી રહ્યો છે.
વૈભવની બેટિંગમાં અદભુત ટાઈમિંગ, આક્રમકતા અને મેચ પર કાબૂ રાખવાની ક્ષમતા તેને અન્ય યુવા ખેલાડીઓથી અલગ બનાવે છે. ક્રિકેટ નિષ્ણાતો માને છે કે, જો તેઓ આ જ રીતે આગળ વધતા રહેશે, તો આગામી સમયમાં તેઓ ભારતીય ક્રિકેટ માટે એક મોટી શક્તિ બની શકે છે.
આટલી નાની ઉંમરે જ એવો ઔરા અને આત્મવિશ્વાસ બતાવવો સહેલું નથી, પરંતુ વૈભવ સુર્યવંશી એ સાબિત કરી દીધું છે કે પ્રતિભા ઉંમર પર નિર્ભર નથી. તેમની સફર હવે ક્રિકેટ ચાહકો માટે ખૂબ જ રસપ્રદ બની રહી છે.
Kyle Jamieson on Vaibhav Suryavanshi:
“I don’t think I have ever been so fearful – of a 15 year old kid in my life”. 🔥 pic.twitter.com/68hAYzcOF5
— Johns. (@CricCrazyJohns) May 2, 2026

