Punjab Kings પ્લેઓફની રેસમાંથી બહાર થતાં સોશિયલ મીડિયા પર એક જૂનો વીડિયો ફરી ચર્ચામાં આવી ગયો છે. આ વીડિયો Shresta Iyer નો છે, જેને લઈને હવે ભારે ટ્રોલિંગ થઈ રહી છે. સતત વધી રહેલી નકારાત્મક ટિપ્પણીઓ બાદ શ્રેષ્ઠાએ આખરે સોશિયલ મીડિયા પર આવીને પોતાની ચુપ્પી તોડી છે.
વ્યવસાયે ડાન્સર અને કોરિયોગ્રાફર શ્રેષ્ઠાએ બે વીડિયો શેર કરીને જણાવ્યું કે લોકો માત્ર તેને જ નહીં, પરંતુ તેની ટીમ અને સ્ટુડન્ટ્સને પણ પરેશાન કરી રહ્યા છે. તેણે કહ્યું કે જે વીડિયો પર એટલો બવાલ મચાવવામાં આવી રહ્યો છે, તે માત્ર મજાક માટે બનાવાયો હતો અને તેના પાછળ કોઈ ખોટો ઈરાદો નહોતો.
આ સમગ્ર વિવાદ ત્યારે શરૂ થયો હતો જ્યારે કોલકાતામાં રમાનારી Kolkata Knight Riders અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. બંને ટીમોને એક-એક પોઈન્ટ મળ્યા બાદ શ્રેષ્ઠાએ પોતાની ટીમ સાથે ડાન્સ વીડિયો બનાવી મજાકિયા અંદાજમાં કહ્યું હતું – “સાડે પંજાબિયાં દા દિલ વડ્ડા હૂંદા એ, લો દિત્તા એક પોઈન્ટ.” આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો.
પરંતુ ત્યારબાદ પંજાબ કિંગ્સ ટોપ-4માંથી બહાર થઈ ગઈ અને પ્લેઓફમાં સ્થાન બનાવી શકી નહીં. ત્યારથી કેટલાક ચાહકોએ આ જ વીડિયોને આધાર બનાવી શ્રેષ્ઠાને નિશાન બનાવવાનું શરૂ કર્યું.
શ્રેષ્ઠાએ સ્પષ્ટ કર્યું કે તે માત્ર પોતાના ભાઈ Shreyas Iyer અને તેની ટીમને સપોર્ટ કરી રહ્યા હતા. તેનો અર્થ એ નથી કે તે કોઈ બીજી ટીમ અથવા ખેલાડીને નફરત કરે છે. તેણે કહ્યું કે દરેક ક્રિકેટર માટે તેના મનમાં સન્માન છે.
સાથે જ તેણે ટ્રોલર્સ પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક લોકો સોશિયલ મીડિયા પર અભદ્ર ટિપ્પણીઓ કરી રહ્યા છે અને હવે તો તેની ટીમને ફોન કરીને પણ હેરાન કરવામાં આવી રહી છે. શ્રેષ્ઠાના આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર ફરી ચર્ચાઓ તેજ બની ગઈ છે.
Pls hesitate Shresta Iyer😭🤣 pic.twitter.com/AMuFydj1iT
— Shikha (@Shikha_003) April 6, 2026

