IPL

254 રનનો પહાડ અને પછી 92 રનની જીત

પ્રથમ ક્વોલિફાયર મુકાબલામાં Royal Challengers Bengaluru એ શાનદાર પ્રદર્શન કરતાં Gujarat Titans ને 92 રનના મોટા અંતરે હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. આ જીત સાથે RCB સતત બીજા સીઝનમાં ફાઇનલમાં પહોંચી છે અને હવે બીજી IPL ટ્રોફી જીતવાથી માત્ર એક પગલું દૂર છે. ફાઇનલ મુકાબલો 31 મેના રોજ Narendra Modi Stadium ખાતે રમાશે.

RCBએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 5 વિકેટે 254 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ટીમના કેપ્ટન Rajat Patidar એ ધમાકેદાર બેટિંગ કરતાં માત્ર 33 બોલમાં અણનમ 93 રન ફટકાર્યા હતા. તેની ઇનિંગ્સમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાનો સમાવેશ થયો હતો. આ સાથે પાટીદાર IPL પ્લેઓફ ઇતિહાસમાં કેપ્ટન તરીકે સંયુક્ત રીતે સૌથી મોટી ઇનિંગ્સ રમનાર ખેલાડી બન્યા અને તેણે David Warner ની બરાબરી કરી.

254 રનના લક્ષ્યનો પીછો કરતી ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમના બેટ્સમેન RCBના બોલરો સામે સંપૂર્ણ રીતે સંઘર્ષ કરતા જોવા મળ્યા. GT તરફથી માત્ર ત્રણ બેટ્સમેન જ ડબલ ડિજિટ સુધી પહોંચી શક્યા. Rahul Tewatia એ સૌથી વધુ 68 રનની લડાયક ઇનિંગ્સ રમી, જેમાં 8 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થયો હતો, પરંતુ તેઓ ટીમને જીત અપાવી શક્યા નહોતા. આખી ટીમ 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

RCB હવે પાંચમી વખત IPL ફાઇનલ રમશે. ટીમ અગાઉ 2009, 2011 અને 2016માં ફાઇનલમાં હારી ગઈ હતી, જ્યારે 2025માં પહેલી વખત ચેમ્પિયન બની હતી. હવે ચાહકોને આશા છે કે RCB ફરી એકવાર ટ્રોફી જીતીને ઇતિહાસ રચશે.

Exit mobile version