મુંબઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 131 રન બનાવ્યા હતા…..
આઈપીએલની 17 મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને પંજાબ કિંગ્સના હાથે 9 વિકેટથી પરાજયનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં મુંબઇની ટીમ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી, મુંબઈની ટીમે નિર્ધારિત 20 ઓવરમાં 131 રન બનાવ્યા હતા.
આ સમય દરમિયાન, જ્યારે ઇન-ફોર્મ સૂર્યકુમાર યાદવની પહેલા ડાબોડી વિસ્ફોટક બેટ્સમેન ઇશાન કિશન બેટિંગ કરવા ગયો ત્યારે ઘણા ક્રિકેટ ચાહકો ચોંકી ગયા હતા.
કિશન આ મેચમાં સંઘર્ષ કરતો દેખાયો અને તેણે 17 બોલનો સામનો કરીને માત્ર 6 રન બનાવ્યા. બીજી તરફ, સૂર્યકુમાર યાદવે સુકાની રોહિત શર્મા સાથે 79 રનની મોટી ભાગીદારી કરી છે. દરમિયાન મેચ પૂરી થયા બાદ વિશેષ ચર્ચા દરમિયાન સૂર્યકુમાર યાદવે આ મેચમાં ઇશાન કિશનને કેમ મોકલવામાં આવ્યો હતો તેના પર પડદો હટાવ્યો હતો.
તેણે કહ્યું કે, “ઇશાન કિશનને ઉપર મોકલવો એ સંપૂર્ણપણે મેનેજમેન્ટનો નિર્ણય હતો. છેલ્લા કેટલાક વર્ષોથી હું ખુશ હતો કે અમે આ જ વસ્તુ કરી રહ્યા છીએ, અમારા બંનેએ નક્કી કર્યું હતું કે આપણે આ રીતે રમીશું અને તે પ્રમાણે આગળ વધીશું.

