બોલિવૂડ અભિનેત્રી અને પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા સાથે વર્ષો સુધી જોડાતી રહેલી ડેટિંગની અફવાઓ પર આખરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ઝડપી બોલર બ્રેટ લીએ પોતાનું મૌન તોડ્યું છે. લગભગ 16 વર્ષ બાદ તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે તેના અને પ્રીતિ વચ્ચે ક્યારેય પ્રેમસંબંધ નહોતો, બંને માત્ર સારા મિત્રો હતા અને આજે પણ તેની મિત્રતા યથાવત છે.
બ્રેટ લીએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવ્યું કે, “હું ક્યારેય પ્રીતિ ઝિન્ટાને ડેટ કરી નથી. હકીકતમાં મેં ક્યારેય કોઈ પણ બોલિવૂડ અભિનેત્રીને ડેટ કરી નથી. લોકો જે વિચારતા હતા તે સંપૂર્ણપણે ખોટું હતું. અમે હંમેશા માત્ર મિત્રો રહ્યા છીએ અને આજે પણ એકબીજાનો ખૂબ આદર કરીએ છીએ.”
આ અફવાઓ ત્યારે શરૂ થઈ હતી જ્યારે બ્રેટ લી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કિંગ્સ ઇલેવન પંજાબ (હાલની પંજાબ કિંગ્સ) તરફથી રમતા હતા. ટીમની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા સાથે તેની ઘણી તસવીરો અને જાહેર કાર્યક્રમોમાં હાજરીને કારણે બંનેના સંબંધોને લઈને અનેક પ્રકારની અટકળો શરૂ થઈ હતી. જોકે બંનેએ તે સમયે પણ આ વાતોને નકારી હતી.
બ્રેટ લીએ વધુમાં કહ્યું કે મીડિયા અને સોશિયલ મીડિયામાં ઘણી વખત મિત્રતાને પણ પ્રેમસંબંધનું નામ આપી દેવામાં આવે છે, પરંતુ હકીકત એ હતી કે બંને વચ્ચે માત્ર વ્યાવસાયિક અને મિત્રતાભર્યો સંબંધ હતો.
ઉલ્લેખનીય છે કે પ્રીતિ ઝિન્ટાએ પણ વર્ષો પહેલા આવી અફવાઓને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે બ્રેટ લી તેના ખૂબ જ સારા મિત્ર છે. હવે બ્રેટ લીના તાજેતરના નિવેદન બાદ વર્ષોથી ચાલી રહેલી આ ચર્ચાઓ પર આખરે પૂર્ણવિરામ લાગી ગયું છે.
Never dated a Bollywood actress: Brett Lee breaks silence on Preity Zintahttps://t.co/a2Fdu3sXAT
— India Today Showbiz (@Showbiz_IT) August 4, 2026

