IPL

5 મોટા એવોર્ડ ₹55 લાખ અને લક્ઝરી SUV

Vaibhav Sooryavanshi માટે IPL 2026 સપનાથી પણ વધુ શાનદાર સાબિત થઈ છે. માત્ર 15 વર્ષની ઉંમરે રાજસ્થાન રોયલ્સના આ યુવા બેટ્સમેને સમગ્ર ટૂર્નામેન્ટમાં પોતાના ધમાકેદાર પ્રદર્શનથી ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. સીઝન પૂર્ણ થયા બાદ હવે વૈભવ પર ઇનામોની પણ વરસાદ થઈ છે.

IPL 2026ના એવોર્ડ સમારોહમાં વૈભવે કુલ 5 મોટા વ્યક્તિગત એવોર્ડ પોતાના નામે કર્યા. તેણે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે ઓરેન્જ કેપ જીતી, જ્યારે સમગ્ર સીઝનનો સૌથી પ્રભાવશાળી ખેલાડી બનવા બદલ Most Valuable Player (MVP)નો ખિતાબ પણ મેળવ્યો. ઉપરાંત Emerging Player of the Season, Super Striker of the Season અને Most Sixes જેવા એવોર્ડ પણ તેના ખાતામાં ગયા.

રિપોર્ટ્સ અનુસાર MVP એવોર્ડ માટે તેને ₹15 લાખ મળ્યા, જ્યારે બાકીના ચાર એવોર્ડ માટે ₹10-10 લાખની રકમ આપવામાં આવી. આ રીતે માત્ર એવોર્ડ્સમાંથી જ વૈભવે કુલ ₹55 લાખની કમાણી કરી. આ ઉપરાંત તેને એક લક્ઝરી SUV પણ ઇનામ તરીકે આપવામાં આવી હોવાનું જણાવવામાં આવ્યું છે.

વૈભવે IPL 2026માં 16 મેચમાં 776 રન ફટકાર્યા હતા અને આશ્ચર્યજનક 237.31ના સ્ટ્રાઈક રેટ સાથે બોલરોને દમ ખવડાવ્યો હતો. સમગ્ર સીઝનમાં તેણે 72 સિક્સર ફટકારીને નવો રેકોર્ડ પણ બનાવ્યો. તેની આ તોફાની બેટિંગના કારણે તે માત્ર રાજસ્થાન રોયલ્સનો જ નહીં પરંતુ સમગ્ર IPLનો સૌથી ચર્ચિત ખેલાડી બની ગયો છે.

આટલી નાની ઉંમરે કરોડો ચાહકોનું દિલ જીતનાર વૈભવ સૂર્યવંશી હવે ભારતીય ક્રિકેટનું આગામી સુપરસ્ટાર માનવામાં આવી રહ્યો છે અને તેની સિદ્ધિઓએ ભવિષ્ય માટે મોટી આશાઓ જગાવી છે.

Exit mobile version