IPL

એન્ડ્ર્યુ ટાઇ: આઇપીએલ લોકો માટે નથી, ખાલી પૈસા કમાવાની વસ્તુ છે

ટાઇએ ટૂર્નામેન્ટમાંથી વિરામ લીધા બાદ ખુલ્લેઆમ પોતાની લાગણી વ્યક્ત કરી છે…

જ્યારે રાજસ્થાન રોયલ્સ સાથે રમતા ઓસ્ટ્રેલિયન બોલર એન્ડ્ર્યુ ટાઇએ આઈપીએલ 2021ને વચ્ચે છોડી દીધો, ત્યારે તેનું કારણ અંગત કારણ હતું. પાછળથી તે સ્પષ્ટ થઈ ગયું કે તેઓએ દેશમાં કોવિડ -19 ની કથળતી સ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. હવે એન્ડ્ર્યુ ટાઇએ ટૂર્નામેન્ટમાંથી વિરામ લીધા બાદ ખુલ્લેઆમ પોતાની લાગણી વ્યક્ત કરી છે.

ક્રિકેટ ડોટ કો સાથે વાત કરતાં તેને કહ્યું છે કે, “એક ખેલાડી તરીકે આપણે સુરક્ષિત છીએ પરંતુ શું તે આગળ જતા સલામત રહેશે?” તેણે ઉમેર્યું, “આ કંપનીઓ અને ફ્રેન્ચાઇઝીઓ આટલા પૈસા કેવી રીતે ખર્ચ કરે છે, જ્યારે લોકોને અસુવિધાઓ હોવાના કારણે હોસ્પિટલોમાં પણ પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.”

આ ઝડપી બોલરે કહ્યું કે, “જો આ રમત લોકોના જીવનમાં તણાવ દૂર કરે છે અથવા તેમને આશા આપે છે કે વિશ્વમાં બધુ બરાબર છે,તો હું સમજી શકું છું કે આઈપીએલ ચાલુ રહેવું જોઈએ. પણ આ હકીકત નથી તમે બધા જાણો છો.

એન્ડ્ર્યુ ટાઇને આઈપીએલ 2018 ની હરાજીમાં 7.20 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે આ મહિને લગ્ન કર્યાં અને તે ઈચ્છતો હતો કે તે સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચે.

Exit mobile version