Arshdeep Singh પોતાની શાનદાર બોલિંગ ઉપરાંત મસ્તીભર્યા અને રમૂજી સ્વભાવ માટે પણ ઓળખાય છે. મેદાનની બહાર તે ઘણીવાર સાથી ખેલાડીઓ સાથે હળવા પળોના વીડિયો બનાવતા જોવા મળે છે. જોકે, આ વખતે તેમનો એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
તાજેતરમાં વાયરલ થયેલા વીડિયોમાં અર્શદીપ સિંહ Tilak Varma સાથે મજાક કરતા જોવા મળે છે. વીડિયોમાં અર્શદીપે હસતા હસતા “ઓય અંધેરે, સનસ્ક્રીન નથી લગાવી?” જેવી ટિપ્પણી કરી હતી. આ ટિપ્પણી બાદ સોશિયલ મીડિયા પર અનેક યુઝર્સે તેને રંગભેદ સાથે જોડીને ટીકા શરૂ કરી દીધી. કેટલાક ફેન્સનું માનવું છે કે ખેલાડીના રંગને લઈને કરવામાં આવેલી આવી ટિપ્પણી યોગ્ય નથી.
વિડિયોમાં અર્શદીપે Naman Dhirને “પંજાબ દા અસલી નૂર” પણ કહ્યું હતું. જોકે, તિલક વર્માને “નૂર” શબ્દનો અર્થ સમજાયો નહોતો, ત્યારબાદ નમન ધીરે તેનો અર્થ સમજાવ્યો હતો.
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સે અર્શદીપની ટીકા કરતા કહ્યું કે આંતરરાષ્ટ્રીય સ્તરના ખેલાડીએ સાથી ખેલાડી સાથે આવી ભાષાનો ઉપયોગ ન કરવો જોઈએ. અન્ય કેટલાક લોકોએ આને માત્ર મજાક ગણાવીને વિવાદને વધારવાની જરૂર નથી એવું પણ કહ્યું.
બીજી તરફ, IPL 2026માં અર્શદીપ સિંહનું પ્રદર્શન પણ ખાસ રહ્યું નથી. Punjab Kings તરફથી રમતા અર્શદીપે 11 મેચમાં 13 વિકેટ લીધી છે, પરંતુ તેની ઇકોનોમી 9.70 રહી છે, જેના કારણે તે આ સીઝનમાં મોંઘા બોલર સાબિત થયા છે.
Seeing how Tilak Varma reacted, Arshdeep Singh needs to stop this nonsense. Harassment in the name of “fun” is not okay. pic.twitter.com/cKfPVzf2gN
— Cricket Central (@CricketCentrl) May 14, 2026

