IPL 2026માં ઘણા યુવા ખેલાડીઓએ પોતાની પ્રતિભાથી ચાહકોનું દિલ જીત્યું છે, પરંતુ બીજી તરફ કેટલીક ટીમોના કેપ્ટન પોતાના જ ફ્રેન્ચાઇઝી માટે મોટો બોજ સાબિત થયા છે. ખરાબ બેટિંગ, નિષ્ફળ બોલિંગ અને નબળી કેપ્ટન્સીના કારણે તેની ટીમોને આખી સિઝનમાં સંઘર્ષ કરવો પડ્યો છે.
દિલ્હી કેપિટલ્સના કેપ્ટન Axar Patel માટે આ સિઝન નિરાશાજનક રહી છે. તેણે 10 ઇનિંગ્સમાં માત્ર 134 રન બનાવ્યા છે, જેમાં ફક્ત એક અડધી સદી સામેલ છે. બોલિંગમાં પણ તે ખાસ અસર છોડી શક્યા નથી અને 12 મેચમાં માત્ર 10 વિકેટ જ મેળવી શક્યા છે. તેના ફ્લોપ પ્રદર્શનનો સીધો અસર દિલ્હીની સ્થિતિ પર જોવા મળ્યો છે અને ટીમ પોઈન્ટ્સ ટેબલમાં પાછળ સરકી ગઈ છે.
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન Ruturaj Gaikwad પણ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નથી. તેણે 13 ઇનિંગ્સમાં માત્ર 321 રન બનાવ્યા છે અને તેનો સ્ટ્રાઈક રેટ 120.67 રહ્યો છે. બીજી તરફ તેના ઓપનિંગ પાર્ટનર Sanju Samson આક્રમક અંદાજમાં રમ્યા, પરંતુ ગાયકવાડ તરફથી ઝડપી શરૂઆત ન મળતા CSK અનેક વખત મોટો સ્કોર ઉભો કરવામાં નિષ્ફળ રહી.
લખનઉ સુપર જાયન્ટ્સના કેપ્ટન Rishabh Pant માટે પણ સિઝન ખરાબ રહી છે. તેણે 11 ઇનિંગ્સમાં માત્ર 251 રન બનાવ્યા છે અને ફક્ત એક જ વખત અડધી સદી ફટકારી છે. તેની ખરાબ ફોર્મના કારણે LSG પોઈન્ટ્સ ટેબલના તળિયે પહોંચી ગઈ છે.
તે ઉપરાંત મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન Hardik Pandya પણ આ સિઝનમાં પ્રભાવ પાડી શક્યા નથી. તેણે 8 ઇનિંગ્સમાં માત્ર 146 રન બનાવ્યા છે, જ્યારે બોલિંગમાં ફક્ત 4 વિકેટ મેળવી છે. પાંચ વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઇન્ડિયન્સનું ખરાબ પ્રદર્શન જોઈ ચાહકો પણ નિરાશ થયા છે.

