IPL

ડી કોકની ઈજાએ મુંબઈને હચમચાવ્યું

Mumbai Indiansને IPL 2026ના અંતિમ તબક્કામાં મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર વિકેટકીપર બેટર Quinton de Kock અને ઓલરાઉન્ડર Raj Angad Bawa ઈજાના કારણે ટૂર્નામેન્ટના બાકીના મેચોમાંથી બહાર થઈ ગયા છે. મુંબઈ ઇન્ડિયન્સે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે.

ભલે મુંબઈ ઇન્ડિયન્સ પ્લેઓફની રેસમાંથી પહેલેથી જ બહાર થઈ ગઈ હોય, છતાં ટીમને હજુ બે લીગ મેચ રમવાના બાકી છે. પરંતુ આ મહત્વપૂર્ણ મુકાબલા પહેલાં બે મુખ્ય ખેલાડીઓની ગેરહાજરી ટીમ માટે ચિંતાનો વિષય બની છે.

ફ્રેન્ચાઇઝી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, ડી કોકને ડાબા હાથની કળાઈમાં ઈજા પહોંચી હતી. આ ઈજા તેમને Sunrisers Hyderabad સામેની મેચ પહેલાં થઈ હતી. ઈજામાંથી સંપૂર્ણપણે સાજા ન થઈ શકવાને કારણે હવે તે બાકીની સિઝનમાં રમતા જોવા મળશે નહીં. બીજી તરફ, રાજ અંગદ બાવાને Punjab Kings સામેની મેચ દરમિયાન જમણા હાથના અંગૂઠામાં ગંભીર ઈજા થઈ હતી, જેના કારણે તે પણ આખી સિઝનમાંથી બહાર થઈ ગયા છે.

મુંબઈ ઇન્ડિયન્સે જણાવ્યું કે બંને ખેલાડીઓ પોતાના ઘરે પરત ફરી ગયા છે અને ત્યાં રહીને રિહેબ પ્રક્રિયા પૂર્ણ કરશે. ટીમની મેડિકલ સ્ટાફ સતત તેની દેખરેખ રાખશે. સાથે જ ફ્રેન્ચાઇઝીએ બંનેના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

ડી કોકે આ સિઝનમાં ત્રણ મેચમાં 66ની સરેરાશથી 132 રન બનાવ્યા હતા, જેમાં એક શાનદાર સદીનો સમાવેશ થાય છે. જ્યારે રાજ અંગદ બાવાએ ત્રણ મેચમાં 16 રન બનાવ્યા અને એક વિકેટ ઝડપી હતી.

અંકતાલિકામાં નવમા સ્થાને રહેલી મુંબઈ ઇન્ડિયન્સ હવે પોતાની છેલ્લી બે મેચ Kolkata Knight Riders સામે 20 મે અને Rajasthan Royals સામે 24 મેના રોજ રમશે. ટીમ હવે જીત સાથે સિઝનનો અંત કરવાની કોશિશ કરશે.

Exit mobile version