IPL 2024માં પાટા પર પાછા આવવાનો પ્રયાસ કરી રહેલી દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો આંચકો લાગ્યો છે. ડીસી ટીમનો મહત્વનો ઓલરાઉન્ડર મિચેલ માર્શ ઈજાગ્રસ્ત થયા બાદ પોતાના દેશ પરત ફર્યો છે. મિશેલ માર્શને તેના જમણા હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી.
તે પોતાની સારવાર કરાવવા ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. ESPN ક્રિકઇન્ફો અનુસાર, માર્શને જૂનમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન બનાવવામાં આવશે. તેને ધ્યાનમાં રાખીને દિલ્હી ટીમ મેનેજમેન્ટ સાથે વાતચીત બાદ તેને પરત બોલાવવામાં આવ્યો છે. મિશેલ આઈપીએલની બાકીની મેચોમાં વાપસી કરશે કે નહીં તે અંગે નિર્ણય લેવાનો બાકી છે.
મિચેલ માર્શે દિલ્હીની ટીમ માટે છેલ્લી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમી હતી. આ પછી, તે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ સામે ટીમની છેલ્લી બે મેચમાં રમી શક્યો ન હતો.
IPLમાં દિલ્હીની ટીમની હાલત બહુ સારી નથી. અત્યાર સુધી ટીમ યોગ્ય કોમ્બિનેશન શોધી શકી નથી. અત્યાર સુધી દિલ્હી છ મેચમાંથી માત્ર બે મેચ જીતવામાં સફળ રહી છે. ચાર પોઈન્ટ સાથે તે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. જો કે તેના માટે રાહતની વાત છે કે કેપ્ટન ઋષભ પંત ફોર્મમાં પરત ફર્યો છે. આ સિવાય તેને મેક ફ્રેઝરના રૂપમાં એક આક્રમક બેટ્સમેન મળ્યો છે જે મિચેલ માર્શની ખાલીપો ભરી શકે છે.
🚨 UPDATE 🚨
Mitchell Marsh has flown back to Australia for a treatment of partial tear in his right hamstring.
He is doubtful for the remainder of the IPL 2024 season. #MitchellMarsh #Cricket #DelhiCapitals #IPL2024 #Sportskeeda pic.twitter.com/qlU3VVHeCv
— Sportskeeda (@Sportskeeda) April 13, 2024

