IPL

આ 4 સ્ટાર ખેલાડીઓની કિંમત એક જ વર્ષમાં થઈ શૂન્ય

IPLમાં ખેલાડીઓની કિંમત અને પ્રતિષ્ઠા ઘણી વખત તેમના તાજેતરના પ્રદર્શન પર નિર્ભર રહે છે. એક સીઝનમાં જે ખેલાડી માટે ફ્રેન્ચાઇઝીઓ કરોડો રૂપિયાની બોલી લગાવે છે, તે જ ખેલાડી આગામી વર્ષે અનસોલ્ડ પણ રહી શકે છે. IPLના ઇતિહાસમાં આવા ઘણા ઉદાહરણો જોવા મળ્યા છે, જ્યાં 10 કરોડથી વધુ રકમમાં ખરીદાયેલા ખેલાડીઓને બાદમાં કોઈ ખરીદદાર મળ્યો નહોતો.

આ યાદીમાં સૌથી ચર્ચિત નામ છે દીપક હૂડાનું. એક સમયે 14 કરોડ રૂપિયાની મોટી રકમમાં ખરીદાયેલા હૂડાનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નહીં. સતત નિષ્ફળતા બાદ તેને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા અને આગામી હરાજીમાં કોઈ ફ્રેન્ચાઇઝીએ રસ દાખવ્યો નહીં.

બીજું નામ છે નિકોલસ પૂરન. વિસ્ફોટક બેટિંગ માટે જાણીતા પૂરનને એક સમયે 10 કરોડથી વધુની કિંમત મળી હતી, પરંતુ ફોર્મમાં ઉતાર-ચઢાવ અને ટીમની વ્યૂહરચનામાં ફેરફારના કારણે તેને પણ રિલીઝ કરવામાં આવ્યા હતા.

આ યાદીમાં જૉની બેરસ્ટો અને ડેરિલ મિચેલ જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે. બંને ખેલાડીઓએ IPLમાં મોટી રકમ મેળવી હતી, પરંતુ બાદમાં પ્રદર્શન અને ટીમ કોમ્બિનેશનના કારણે તેને તક મળી નહીં અને હરાજીમાં અનસોલ્ડ રહેવાનો વારો આવ્યો.

IPL જેવી સ્પર્ધાત્મક લીગમાં માત્ર મોટું નામ પૂરતું નથી. સતત સારું પ્રદર્શન જ ખેલાડીને ટીમમાં સ્થાન અપાવી શકે છે. આ ચાર ખેલાડીઓની કહાની એ વાતનો પુરાવો છે કે IPLમાં કિંમત કરતાં પ્રદર્શનનું મહત્વ વધુ હોય છે. કરોડોની બોલી મેળવનારા ખેલાડીઓ પણ ખરાબ ફોર્મના કારણે થોડા જ સમયમાં અનસોલ્ડ બની શકે છે.

Exit mobile version