IPL

ઓપનર નહીં છતાં IPLમાં છવાયા

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મોટાભાગે ઓપનિંગ બેટ્સમેન જ સૌથી વધુ રન બનાવતા જોવા મળે છે. પાવરપ્લે અને આખી ઇનિંગ રમવાની તક મળતા ઓપનરોને ફાયદો થાય છે. જોકે IPLના ઇતિહાસમાં કેટલાક એવા નોન-ઓપનર બેટ્સમેન પણ રહ્યા છે જેમણે મધ્યક્રમમાં બેટિંગ કરીને રનની વરસાદ કરી દીધી હતી.

આ યાદીમાં સૌથી ઉપર નામ આવે છે ભારતીય સ્ટાર બેટ્સમેન Suryakumar Yadavનું. IPL 2025માં મુંબઈ ઇન્ડિયન્સ માટે નંબર-3 અને નંબર-4 પર બેટિંગ કરતાં તેણે 717 રન બનાવ્યા હતા. આ સાથે તેણે એબી ડિવિલિયર્સનો મોટો રેકોર્ડ તોડી નાખ્યો હતો.

બીજા સ્થાન પર છે દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ AB de Villiers. IPL 2016માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ માટે રમતાં તેણે 687 રન બનાવ્યા હતા. તે સીઝનમાં વિરાટ કોહલીએ 973 રન ફટકાર્યા હતા, જ્યારે ડિવિલિયર્સે મધ્યક્રમમાં ટીમને મજબૂતી આપી હતી.

ત્રીજા નંબર પર ભારતીય વિકેટકીપર બેટ્સમેન Rishabh Pant છે. તેણે IPL 2018માં દિલ્હી માટે 684 રન બનાવ્યા હતા. પંતે તે સીઝનમાં 173ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને બધાને ચોંકાવી દીધા હતા.

આ યાદીમાં Heinrich Klaasenનું નામ પણ સામેલ છે. IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે તેણે નંબર-4 અથવા તેના નીચે બેટિંગ કરીને 624 રન નોંધાવ્યા હતા.

જ્યારે Kane Williamsonએ IPL 2018માં 622 રન બનાવી ઓરેન્જ કેપ જીતી હતી. નોન-ઓપનર તરીકે ઓરેન્જ કેપ જીતનાર તે એકમાત્ર ખેલાડી માનવામાં આવે છે.

Exit mobile version