IPL

ફરી ગુંજ્યું ‘Ee Sala Cup Namdu’

IPL 2026ની ફાઇનલમાં Royal Challengers Bengaluruએ શાનદાર પ્રદર્શન કરીને Gujarat Titansને 5 વિકેટે હરાવી સતત બીજી વખત ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી આ હાઈવોલ્ટેજ ફાઇનલમાં RCBએ ચેમ્પિયન જેવી રમત બતાવી અને ફરી એકવાર IPLનો તાજ પહેર્યો.

ટોસ જીતીને RCBએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગુજરાત ટાઇટન્સની શરૂઆત ખૂબ જ નિરાશાજનક રહી હતી. કેપ્ટન Shubman Gill અને સાઈ સુદર્શન જેવા મહત્વના બેટરો ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. જોકે, Washington Sundarએ અણનમ 50 રનની લડાયક ઇનિંગ્સ રમી ટીમને 20 ઓવરમાં 155/8 સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. RCB તરફથી રસીખ દારએ 3 વિકેટ જ્યારે ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડે 2-2 વિકેટ ઝડપી હતી.

156 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી RCBને શરૂઆતથી જ આક્રમક અંદાજ મળ્યો હતો. Virat Kohliએ ફાઇનલ જેવા મોટા મંચ પર પોતાની ક્લાસ સાબિત કરી અને માત્ર 42 બોલમાં અણનમ 75 રનની મેચવિનિંગ ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન તેણે પોતાની IPL કારકિર્દીની સૌથી ઝડપી ફિફ્ટી પણ નોંધાવી હતી. વેંકટેશ અય્યરે 32 અને ટિમ ડેવિડે મહત્વપૂર્ણ યોગદાન આપતા RCBએ 18 ઓવરમાં જ મેચ જીતી લીધી હતી.

આ જીત સાથે RCB IPL ઇતિહાસમાં સતત બે સીઝનમાં ટ્રોફી જીતનાર માત્ર ત્રીજી ટીમ બની છે. ટીમના કેપ્ટન Rajat Patidarના નેતૃત્વમાં RCBએ આખી સીઝન દરમિયાન દબદબો જાળવી રાખ્યો અને અંતે ફરી એકવાર ચેમ્પિયન બની કરોડો ફેન્સને ઉજવણીનો મોકો આપ્યો.

Exit mobile version