IPL 2026માં સનરાઇઝર્સ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને હરાવીને પ્લેઓફમાં પોતાની જગ્યા પક્કી કરી લીધી છે. ચેપોક સ્ટેડિયમમાં રમાયેલા આ મહત્વપૂર્ણ મુકાબલામાં SRHના વિકેટકીપર બેટ્સમેન ઈશાન કિશને શાનદાર બેટિંગ કરી ટીમને યાદગાર જીત અપાવી. જોકે મેચ બાદ તેનો સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે.
181 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે હૈદરાબાદની શરૂઆત સારી રહી નહોતી. ટ્રેવિસ હેડ વહેલી વિકેટે આઉટ થતાં ઈશાન કિશન ક્રિઝ પર આવ્યા હતા. ત્યારબાદ અભિષેક શર્માની વિકેટ પણ ઝડપથી પડી ગઈ હતી, જેના કારણે ટીમ દબાણમાં આવી ગઈ હતી. આવી સ્થિતિમાં ઈશાને એક છેડો સંભાળી રાખ્યો અને હેનરિખ ક્લાસેન સાથે મહત્વપૂર્ણ ભાગીદારી બનાવી. બંનેએ ત્રીજી વિકેટ માટે 41 બોલમાં 75 રન ઉમેર્યા અને ટીમને જીતની નજીક પહોંચાડી.
અંતિમ ઓવરોમાં ઈશાને આક્રમક અંદાજ અપનાવ્યો. અંશુલ કમ્બોજના ઓવરમાં તેણે ચોગ્ગો અને છગ્ગો ફટકારી મેચ સંપૂર્ણપણે SRH તરફ ઝૂકાવી દીધી. ઈશાન કિશને 47 બોલમાં 70 રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં 7 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ હતો. તેના આ પ્રદર્શન માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ મળ્યો.
મેચ પૂર્ણ થયા બાદ ઈશાન કિશનનો અલગ જ અંદાજ જોવા મળ્યો. ખેલાડીઓ હેન્ડશેક કરી રહ્યા હતા ત્યારે ઈશાને ચેપોકના દર્શકો તરફ સીટી વગાડી CSKના પ્રખ્યાત ‘Whistle Podu’ ચીયરને ટારગેટ કર્યો. ત્યારબાદ તેણે હાથથી ‘ઘરે જાઓ’નો ઈશારો કર્યો અને જોરથી “Come on SRH” બોલતા જોવા મળ્યા. તેના આ સેલિબ્રેશનનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Whistle luu udhukuntu intiki dengeyandi antundu 😭🤣 pic.twitter.com/TAepahPgZQ
— introvertuuuu_🚶♂️ (@Shiva9495021880) May 18, 2026

