IPL

મધ્યક્રમનો મહારાજ

Heinrich Klaasen એ IPL 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી એક અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. Sunrisers Hyderabad માટે રમતા ક્લાસેન IPL ઇતિહાસમાં નોન-ઓપનર તરીકે એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયા છે. તેણે આ સિઝનમાં 15 મેચમાં 624 રન નોંધાવ્યા છે અને તે પણ આશ્ચર્યજનક 160ના સ્ટ્રાઈક રેટ સાથે.

ક્લાસેન મુખ્યત્વે નંબર-4 અથવા તેનાથી નીચે બેટિંગ કરવા આવે છે, છતાં તેણે સતત આક્રમક રમત બતાવી છે. અગાઉ આ ખાસ રેકોર્ડ Suryakumar Yadav ના નામે હતો, જેણે 605 રન બનાવ્યા હતા, પરંતુ ક્લાસેને આ આંકડો પાછળ છોડી નવો ઇતિહાસ રચ્યો છે.

આ સિઝનમાં ક્લાસેન સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સૌથી વિશ્વસનીય બેટ્સમેન સાબિત થયા છે. ટીમને પ્લેઓફ સુધી પહોંચાડવામાં તેની મોટી ભૂમિકા રહી હતી. ખાસ કરીને મધ્ય ઓવરમાં ઝડપી રન બનાવવાની તેમની ક્ષમતા SRH માટે સૌથી મોટું હથિયાર બની.

ક્લાસેન માત્ર રન બનાવવામાં જ નહીં પરંતુ છગ્ગા ફટકારવામાં પણ આગળ રહ્યા છે. IPLમાં 2023થી સતત તેમની સ્ટ્રાઈક રેટ 170ની આસપાસ રહી છે અને તેઓ SRHના સૌથી ખતરનાક ફિનિશર તરીકે ઓળખાયા છે.

ભલે SRH એલિમિનેટર મુકાબલામાં બહાર થઈ ગઈ હોય, પરંતુ હેનરિક ક્લાસેનની આ ઐતિહાસિક સિઝન લાંબા સમય સુધી યાદ રાખવામાં આવશે.

Exit mobile version