IPL

આરસીબી સામે કેએલ રાહુલનો અનોખો રેકોર્ડ, 2019થી આઉટ જ નહી થયો

2019થી આરસીબી સામે રમી રહ્યા છે અને કોઈ બોલર તેને આઉટ કરી શક્યો નહી…

 

 

પંજાબ કિંગ્સના કેપ્ટન કેએલ રાહુલે આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 91 રનની ઝડપી ઇનિંગ રમી હતી. તે 57 બોલમાં 91 ચોગ્ગા અને પાંચ છગ્ગાની મદદથી અણનમ પરત ફર્યો હતો. તમને જણાવી દઈએ કે તેનું નામ આરસીબી સામે એક અનોખો રેકોર્ડ છે.

આરસીબી તરફથી રમનાર રાહુલ આજદિન સુધી આરસીબી સામેની મેચમાં ક્યારેય આઉટ થયો નથી. તેઓ 2019થી આરસીબી સામે રમી રહ્યા છે અને કોઈ આરસીબીના બોલર તેને આઉટ કરી શક્યા નહી.

તેણે આ ટીમ સામે કુલ 284 રન બનાવ્યા છે. નોંધપાત્ર વાત એ છે કે તેણે આજે આરસીબી સામે 132 રનની અણનમ ઇનિંગ્સ, 61 રનની અણનમ ઇનિંગ્સ અને 91 રનની અણનમ ઇનિંગ્સ રમી હતી અને તમામ મેચ જીતી લીધી હતી.

Exit mobile version