IPL

IPL ઇતિહાસના સૌથી સફળ વિદેશી ખેલાડીઓ કોણ?

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માત્ર ભારતની જ નહીં પરંતુ વિશ્વની સૌથી લોકપ્રિય T20 લીગોમાંની એક છે. છેલ્લા ઘણા વર્ષોમાં અનેક વિદેશી ખેલાડીઓએ પોતાની પ્રતિભાના જોરે ટીમોને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. IPL 2026 પૂર્ણ થયા બાદ સૌથી વધુ વખત ટ્રોફી જીતનારા વિદેશી ખેલાડીઓની યાદી ફરી ચર્ચામાં આવી છે.

આ યાદીમાં પ્રથમ સ્થાન વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર Kieron Pollardનું છે. મુંબઈ ઇન્ડિયન્સના સુવર્ણ યુગના મહત્વના સભ્ય રહેલા પોલાર્ડે પોતાના IPL કરિયરમાં કુલ પાંચ વખત ટ્રોફી જીતી છે, જે કોઈપણ વિદેશી ખેલાડી માટે સૌથી વધુ છે.

બીજા ક્રમે શ્રીલંકાના મહાન ઝડપી બોલર Lasith Malinga છે. મલિંગાએ મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતા ચાર IPL ટાઇટલ જીત્યા હતા અને લાંબા સમય સુધી ટીમની સફળતાના મુખ્ય હથિયાર રહ્યા હતા.

વેસ્ટ ઇન્ડિઝના જ ઓલરાઉન્ડર Dwayne Bravo ત્રીજા સ્થાન પર છે. બ્રાવોએ પોતાની કારકિર્દીમાં ત્રણ વખત IPL ટ્રોફી જીતી છે અને ખાસ કરીને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આ યાદીમાં ચોથા સ્થાને Sunil Narineનું નામ આવે છે. કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર ઓલરાઉન્ડર નરીને પણ ત્રણ IPL ટાઇટલ જીત્યા છે અને વર્ષો સુધી ટીમના સૌથી વિશ્વસનીય ખેલાડીઓમાં સ્થાન જાળવી રાખ્યું છે.

પાંચમા ક્રમે ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર Josh Hazlewood છે. IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સાથે ટાઇટલ જીત્યા બાદ હેઝલવુડે હવે પોતાના નામે ત્રણ IPL ટ્રોફી નોંધાવી છે અને તે સૌથી સફળ વિદેશી ખેલાડીઓની યાદીમાં સામેલ થઈ ગયો છે.

IPLના ઇતિહાસમાં આ ખેલાડીઓએ માત્ર ટ્રોફી જ નથી જીતી, પરંતુ પોતાની ટીમોની સફળતામાં નિર્ણાયક ભૂમિકા ભજવીને ચાહકોના દિલમાં પણ ખાસ સ્થાન બનાવ્યું છે.

Exit mobile version