IPL 2026ની પ્લેઓફ રેસ હવે વધુ રોમાંચક બની ગઈ છે. રવિવારે રમાયેલી મેચમાં Chennai Super Kings એ Lucknow Super Giants ને 5 વિકેટે હરાવી મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. આ હાર સાથે લખનૌ સુપર જાયન્ટ્સ IPL 2026માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. બીજી તરફ, ચેન્નઈ સુપર કિંગ્સે પોઈન્ટ્સ ટેબલમાં મોટી છલાંગ લગાવી પ્લેઓફ માટે પોતાની દાવેદારી મજબૂત બનાવી છે.
ચેન્નઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં ટોસ હારી પહેલા બેટિંગ કરવા ઉતરેલી લખનૌની શરૂઆત ધમાકેદાર રહી હતી. Josh Inglis અને Mitchell Marsh એ ઓપનિંગમાં માત્ર 5.1 ઓવરમાં 77 રનની ભાગીદારી કરી હતી. માર્શ 10 રન બનાવી આઉટ થયા, જ્યારે ઇંગ્લિસે 33 બોલમાં 85 રનની વિસ્ફોટક ઇનિંગ્સ રમી હતી, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થયો હતો.
મધ્યક્રમ તૂટ્યા બાદ Shahbaz Ahmed એ 25 બોલમાં અણનમ 43 રન ફટકારી ટીમને 20 ઓવરમાં 8 વિકેટે 203 રન સુધી પહોંચાડી હતી. ચેન્નઈ તરફથી Jamie Overton એ 3 વિકેટ ઝડપી હતી.
204 રનના લક્ષ્યનો પીછો કરતા ચેન્નઈને ઝડપી શરૂઆત મળી હતી. ત્યારબાદ યુવા બેટર Urvil Patel એ તોફાની બેટિંગ કરી માત્ર 13 બોલમાં અડધી સદી ફટકારી IPL ઇતિહાસની સંયુક્ત સૌથી ઝડપી ફિફ્ટીની બરાબરી કરી હતી. ઉર્વિલે 23 બોલમાં 65 રન બનાવ્યા, જેમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગા સામેલ હતા. કેપ્ટન Ruturaj Gaikwad એ પણ 42 રનની મહત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી.
અંતે Shivam Dube અને પ્રશાંત વીરે અણનમ ભાગીદારી કરી ચેન્નઈને 19.2 ઓવરમાં યાદગાર જીત અપાવી હતી.

