IPL 2026માં બુધવારે રમાયેલી Indian Premier Leagueની રોમાંચક મેચ દરમિયાન Manish Pandeyએ એવો કેચ પકડ્યો કે મેદાનમાં હાજર દરેક વ્યક્તિ આશ્ચર્યચકિત રહી ગઈ. Kolkata Knight Riders અને Royal Challengers Bengaluru વચ્ચે રમાયેલી મેચમાં મનીષ પાંડેનો આ કેચ હવે સિઝનના શ્રેષ્ઠ કેચોમાં ગણાવાઈ રહ્યો છે. ખાસ વાત એ રહી કે Virat Kohli પણ આ કેચ જોઈને દંગ રહી ગયા હતા.
રાયપુરમાં રમાયેલી આ મેચમાં KKRએ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 4 વિકેટે 192 રન બનાવ્યા હતા. મનીષ પાંડેને આ સિઝનમાં બહુ ઓછા મોકા મળ્યા છે અને અત્યાર સુધી તે બેટિંગ માટે પણ મેદાનમાં ઉતર્યા નથી. જોકે, ટીમ તેને ખાસ કરીને ફીલ્ડિંગ માટે મેદાન પર મોકલે છે અને તેણે ફરી એકવાર પોતાની કિંમત સાબિત કરી દીધી.
RCBની ઇનિંગ દરમિયાન ખતરનાક બેટર Tim David ક્રિઝ પર હતા. Kartik Tyagiની બોલ પર ટિમ ડેવિડે જોરદાર કટ શોટ રમ્યો, જેને જોઈ લાગતું હતું કે બોલ ચોક્કસ બાઉન્ડ્રી સુધી પહોંચી જશે. પરંતુ બેકવર્ડ પોઈન્ટ પર ઉભેલા મનીષ પાંડેએ ડાબી તરફ ફુલ લેન્થ ડાઈવ મારી એક હાથથી અદ્ભુત કેચ પકડી લીધો.
આ કેચ એટલો મુશ્કેલ હતો કે અમ્પાયરોએ પણ થર્ડ અમ્પાયરનો સહારો લીધો. રીપ્લેમાં સ્પષ્ટ થયું કે બોલ જમીનને અડ્યો નહોતો અને કેચ સંપૂર્ણ રીતે માન્ય હતો. કેચ બાદ વિરાટ કોહલી તરત જ મનીષ પાંડે પાસે પહોંચ્યા અને તેને ગળે લગાવી સ્પોર્ટ્સમેન સ્પિરિટ દર્શાવી.
સોશિયલ મીડિયા પર આ કેચનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ઘણા ફેન્સ તેને IPL 2026નો અત્યાર સુધીનો સૌથી શ્રેષ્ઠ કેચ ગણાવી રહ્યા છે.
Manish Pandey deserves a special appreciation for taking one of the greatest ever catches.
– The reaction of Tyagi, David and Kohli says it all, Kohli personally went and hugged him. ❤️ pic.twitter.com/rnvopYEW1w
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 13, 2026

