IPL

MI સામે જીત છતાં RCBને મોટો ઝટકો

IPL 2026માં રવિવારે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાયેલી રોમાંચક મેચ બાદ હવે એક નવો વિવાદ ચર્ચામાં આવ્યો છે. રાયપુરના શહીદ વિર નારાયણ સિંહ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં છેલ્લી બોલ સુધી ખેંચાયેલી આ જંગમાં RCBએ 2 વિકેટે શાનદાર જીત મેળવી હતી, પરંતુ મેચ બાદ RCBના હેડ કોચ Andy Flower પર IPL દ્વારા દંડ ફટકારવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટના મેચના 18મા ઓવરમાં બની હતી. RCB માટે મહત્વપૂર્ણ સમયે બેટિંગ કરી રહેલા Krunal Pandya એ Allah Ghazanfar ની બોલિંગમાં વાઇડ લોંગ-ઓન તરફ મોટો શોટ ફટકાર્યો હતો. બાઉન્ડ્રી લાઇન પાસે ફિલ્ડિંગ કરી રહેલા Naman Dhir એ કેચ પકડવાનો પ્રયાસ કર્યો, પરંતુ બેલેન્સ ગુમાવતા બોલને અંદર ફેંકી દીધો.

તે સમયે નજીકમાં ઉભેલા Tilak Varma એ બોલ પકડવાનો પ્રયાસ કર્યો નહોતો, કારણ કે તેને લાગ્યું હતું કે નમન ધીરનો પગ બાઉન્ડ્રી કુશનને સ્પર્શી ગયો છે. જોકે, રિપ્લેમાં સ્પષ્ટ થયું કે નમન ધીરે બાઉન્ડ્રીને સ્પર્શ કર્યો નહોતો. આ ઘટનાને લઈને RCB કેમ્પમાં ભારે નારાજગી જોવા મળી હતી.

આ દરમિયાન હેડ કોચ એન્ડી ફ્લાવર ચોથા અમ્પાયર સાથે ઉગ્ર બોલાચાલી કરતા જોવા મળ્યા હતા. IPL કોડ ઓફ કન્ડક્ટના લેવલ-1 નિયમનો ભંગ કરવા બદલ હવે ફ્લાવર પર મેચ ફીના 15 ટકા દંડ ફટકારવામાં આવ્યો છે.

રિપોર્ટ મુજબ, એન્ડી ફ્લાવરે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને મેચ રેફરી અમિત શર્માએ તેને સજા સંભળાવી છે. મેચ જીત્યા છતાં RCB કેમ્પ માટે આ ઘટના હવે ચર્ચાનો મોટો વિષય બની ગઈ છે.

Exit mobile version