IPL

વૈભવ સૂર્યવંશી સામે મેઈડન ઓવર ફેંકનાર દુનિયાનો એકમાત્ર બોલર કોણ?

ભારતીય ક્રિકેટમાં હાલ સૌથી વધુ ચર્ચામાં રહેલું નામ છે વૈભવ સૂર્યવંશી. માત્ર 15 વર્ષની ઉંમરે તેણે IPL 2026માં પોતાની વિસ્ફોટક બેટિંગથી દુનિયાભરના બોલરોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. મોટા મોટા બોલરો સામે બેફામ સિક્સરો ફટકારનાર વૈભવને રોકવો લગભગ અશક્ય માનવામાં આવતો હતો, પરંતુ એક બોલરે એવું કામ કર્યું જે અત્યાર સુધી કોઈ કરી શક્યું નહોતું.

આ ખાસ સિદ્ધિ હાંસલ કરનાર બોલર છે મોહસિન ખાન. IPL 2026 દરમિયાન લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલા મુકાબલામાં મોહસિન ખાને વૈભવ સૂર્યવંશી સામે મેઈડન ઓવર ફેંકી ઇતિહાસ રચ્યો હતો. માત્ર એટલું જ નહીં, તેણે એ જ ઓવરની છેલ્લી બોલ પર વૈભવને આઉટ પણ કરી દીધો હતો.

વૈભવ આ સીઝનમાં સતત આક્રમક બેટિંગ માટે ઓળખાયો છે. તેણે ઘણા દિગ્ગજ બોલરો સામે ધમાકેદાર ઇનિંગ્સ રમી છે અને IPL 2026માં પોતાની અલગ ઓળખ બનાવી છે. એવા સમયમાં મોહસિન ખાનનું આ પ્રદર્શન ક્રિકેટ ચાહકો માટે આશ્ચર્યજનક બની ગયું હતું. સોશિયલ મીડિયા પર પણ આ સિદ્ધિની ભારે ચર્ચા થઈ હતી.

ખાસ વાત એ છે કે IPL 2026માં અત્યાર સુધી થયેલી ગણતરીની મેઈડન ઓવરમાંથી બે મેઈડન ઓવર મોહસિન ખાનના નામે નોંધાઈ છે. જેમાંથી એક વૈભવ સૂર્યવંશી સામે હતી. આ કારણે મોહસિન હવે IPLના સૌથી ચર્ચિત બોલરોમાં સામેલ થઈ ગયો છે.

Exit mobile version