IPL

હાર પછી હાર્દિક પાસે પહોંચ્યા Mukesh Ambani

IPL 2026નું સિઝન પાંચ વખતની ચેમ્પિયન Mumbai Indians માટે સંપૂર્ણ રીતે નિરાશાજનક રહ્યું. સ્ટાર ખેલાડીઓથી ભરપૂર ટીમ આ વખતે પ્લેઓફ સુધી પણ પહોંચી શકી નહીં અને પોઈન્ટ્સ ટેબલમાં 9મા સ્થાને રહીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ. સમગ્ર સિઝનમાં મુંબઈ ઇન્ડિયન્સે 14માંથી માત્ર 4 મેચ જીતી, જ્યારે 10 મેચમાં હારનો સામનો કરવો પડ્યો. ટીમના ખરાબ પ્રદર્શન બાદ કેપ્ટન Hardik Pandya સતત સોશિયલ મીડિયા પર ટ્રોલિંગનો ભોગ બન્યા હતા.

પરંતુ આ નિરાશાજનક સિઝન વચ્ચે મેદાન પરથી સામે આવેલ એક વીડિયોએ ચાહકોનું દિલ જીતી લીધું છે. મેચ પૂર્ણ થયા બાદ જ્યારે ખેલાડીઓ મેદાન પર હાજર હતા ત્યારે ટીમના માલિક Mukesh Ambani અને Nita Ambani ખેલાડીઓને મળવા પહોંચ્યા હતા. આ દરમિયાન હાર્દિક પંડ્યા સાથે થયેલી તેની મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વિડિયોમાં જોવા મળે છે કે હાર્દિક પંડ્યા અંબાણી પરિવાર સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે મુકેશ અંબાણીએ આગળ વધીને તેના ખભા પર હાથ રાખી હિંમત આપી. આ નાનકડા જેશ્ચરે ચાહકોને ખાસ પ્રભાવિત કર્યા છે. ઘણા ફેન્સ સોશિયલ મીડિયા પર લખી રહ્યા છે કે ખરાબ સમયમાં પણ પોતાના કેપ્ટનને સપોર્ટ કરવો એ જ સાચી લીડરશિપ અને ટીમ કલ્ચર છે.

હવે સતત બે નિષ્ફળ સિઝન બાદ સૌથી મોટો પ્રશ્ન એ છે કે IPL 2027માં મુંબઈ ઇન્ડિયન્સ ફરીથી હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે જાળવી રાખશે કે પછી ટીમ કોઈ નવા ચહેરા પર દાવ લગાવશે.

Exit mobile version