IPL

RCBને હરાવ્યા પછી પેટ કમિન્સનું મોટું નિવેદન

IPL 2026ની લીગ સ્ટેજની મહત્વપૂર્ણ મેચમાં Sunrisers Hyderabadએ શાનદાર પ્રદર્શન કરતાં Royal Challengers Bengaluruને 55 રને હરાવી દીધું. હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ હાઇ-સ્કોરિંગ મેચ બાદ SRHના કેપ્ટન Pat Cumminsનું નિવેદન ભારે ચર્ચામાં આવ્યું છે.

મેચ બાદ કમિન્સે કહ્યું કે RCBનું મુખ્ય લક્ષ્ય મેચ જીતવું નહોતું, પરંતુ ટોપ-2માં સ્થાન સુરક્ષિત રાખવાનું હતું. તેમણે કહ્યું, “અમને ખબર હતી કે તેઓ નક્કી રન સુધી પહોંચવાનો પ્રયાસ કરશે જેથી ક્વોલિફાયર-1 માટે તેમનું સ્થાન બચી રહે. છતાં અમારા માટે આ મોટી જીત છે.”

SRHએ પહેલા બેટિંગ કરતાં માત્ર 4 વિકેટે 255 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ટીમ તરફથી Abhishek Sharmaએ 56, Ishan Kishanએ 79 અને Heinrich Klaasenએ 51 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી.

જવાબમાં RCBની ટીમ 200 રન સુધી જ પહોંચી શકી. હૈદરાબાદને ટોપ-2માં પહોંચવા માટે આ મેચ 90થી વધુ રને જીતવી જરૂરી હતી, પરંતુ ટીમ તે મિશન પૂર્ણ કરી શકી નહીં. પરિણામે SRH હવે 27 મેના રોજ એલિમિનેટર મેચ રમશે.

કમિન્સે પોતાની બોલિંગ યુનિટની પણ પ્રશંસા કરી. ખાસ કરીને Eshan Malinga અને Sakib Hussainના પ્રદર્શનને વખાણતા તેમણે કહ્યું કે યુવા બોલરો આખા સીઝનમાં ટીમ માટે મેચ વિનર સાબિત થયા છે.

Exit mobile version