IPL 2026માં 22 મેના રોજ રમાયેલી મેચ દરમિયાન Sunrisers Hyderabadની માલિક Kavya Maran ફરી એકવાર પોતાના રિએક્શનને કારણે ચર્ચામાં આવી ગઈ છે. Royal Challengers Bengaluru સામે રમાયેલી આ મેચ દરમિયાન તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે RCBના ઓલરાઉન્ડર Krunal Pandyaના બોલિંગ એક્શનને લઈને નારાજ દેખાઈ રહ્યા છે.
મેચમાં SRHએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ટીમે 20 ઓવરમાં 255 રનનો વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. હૈદરાબાદની ઇનિંગ્સ દરમિયાન ક્રુણાલ પંડ્યાએ એક ઝડપી બાઉન્સર ફેંક્યો હતો, જેના બાદ સ્ટેન્ડ્સમાં બેઠેલી કાવ્યા મારન આશ્ચર્યચકિત દેખાઈ હતી. વીડિયોમાં જોવા મળે છે કે તેણે ક્રુણાલના એક્શનની નકલ કરતાં આસપાસ બેઠેલા લોકો તરફ ઇશારો કરીને પૂછ્યું કે “શું આ ચીટિંગ છે?”
ત્યારબાદ કાવ્યા થોડું અસંતોષભર્યું રિએક્શન આપતી અને માથું હલાવતી પણ નજરે પડી હતી. સોશિયલ મીડિયા પર આ ક્લિપ ઝડપથી વાયરલ થઈ ગઈ અને ક્રિકેટ ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બની . કેટલાક ફેન્સે કાવ્યાના રિએક્શનને મજેદાર ગણાવ્યું, જ્યારે કેટલાક લોકોએ બોલિંગ એક્શન અંગે ચર્ચા શરૂ કરી.
મેચની વાત કરીએ તો SRHએ RCBને 55 રને હરાવી મહત્વપૂર્ણ જીત નોંધાવી હતી. જોકે ટીમ ટોપ-2માં સ્થાન બનાવી શકી નહોતી અને લીગ સ્ટેજ 18 અંક સાથે ત્રીજા સ્થાને પૂર્ણ કર્યો. હવે હૈદરાબાદની નજર 27 મેના રોજ મુલ્લાંપુરમાં રમાનાર એલિમિનેટર મુકાબલા પર રહેશે.
આ સીઝનમાં SRHને પ્લેઓફ સુધી પહોંચાડવામાં Ishan Kishan, Heinrich Klaasen અને Abhishek Sharmaએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
Like many have questioned before, Kavya Maran also looks uncertain about Krunal Pandya’s action.
How is he generating that much bounce without chucking? His action should be checked if RCB is qualified for the finals pic.twitter.com/1BWRhPfjqY
— Brutal Truth (@sarkarstix) May 22, 2026

