IPL

રાહુલે માર્યો કોહલીની ટીમને તમાચો, 97 રનથી જીતીને પંજાબ પ્રથમ સ્થાને પહુંચી

બંને ટીમોએ પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી ડીન જોન્સની યાદમાં તેમના હાથ પર કાળો પટ્ટો બાંધ્યો હતો..

 

પહેલા બેટિંગ માટે આમંત્રણ મળ્યા બાદ કિંગ્સ ઇલેવન પંજાબે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે ગુરુવારે આઈપીએલમાં ત્રણ વિકેટે 206 રન બનાવ્યા હતા. કિંગ્સ ઇલેવન તરફથી કેપ્ટન કેએલ રાહુલે અણનમ 132 રન બનાવ્યા હતા. હવે તે કેપ્ટન તરીકે આઈપીએલમાં સૌથી મોટો બેટ્સમેન બની ગયો છે. કિંગ્સ ઇલેવન પંજાબે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આઈપીએલ -13 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા છે. બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. આ મેચમાં, બંને ટીમોએ પૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી ડીન જોન્સની યાદમાં તેમના હાથ પર કાળો પટ્ટો બાંધ્યો હતો. ડીન જોન્સનું ગુરુવારે હાર્ટ એટેકથી નિધન થયું હતું.

તો બીજી બાજુ આટલો મોટો પહાડ જેવો સ્કોરનો પીછો કરવા ઉતારી પણ શરૂવાતજ ખરાબ રહી અને આખી ટીમ માત્ર 109રન કરી શકી. જેમાં દેવદત્ત પદિકલ (1 ), એરોન ફિંચ (20), વિરાટ કોહલી (1), એબી ડી વિલિયર્સ (28), જોશ ફિલિપ (0), દુબે (12), વોશિંગ્ટન સુંદર (30).

બોલિંગની વાત કરીએ તો શેલ્ડન કોટ્રેલ (2), રવિ બિશ્નોઇ (3), શમી (1), મુરુગન અશ્વિન (3) વિકેટ લઈને  પંજાબને જીત અપાવી.

 

Exit mobile version