વે માત્ર ક્રિકેટ લીગ નથી રહી, પરંતુ અબજો રૂપિયાનો વૈશ્વિક સ્પોર્ટ્સ બિઝનેસ બની ગઈ છે. તાજેતરમાં બહાર આવેલા Stockgoના આંકડાઓ મુજબ IPLની સૌથી વધુ નેટવર્થ ધરાવતી ટીમ બની ગઈ છે. RCBની કુલ વેલ્યુ આશરે ₹16,706 કરોડ સુધી પહોંચી ગઈ હોવાનું જણાવાયું છે.
આ યાદીમાં સૌથી મોટો ચોંકાવનારો મુદ્દો એ રહ્યો કે બીજા સ્થાને પહોંચી ગઈ છે. રાજસ્થાન રોયલ્સની નેટવર્થ આશરે ₹15,300 કરોડ હોવાનું કહેવાય છે, જ્યારે વર્ષો સુધી IPLમાં સૌથી મજબૂત બ્રાન્ડ માનાતી MI હવે ₹13,500 કરોડ સાથે ત્રીજા સ્થાને છે.
પાંચ વખતની ચેમ્પિયન અને સૌથી લોકપ્રિય ટીમોમાંની એક CSK ₹11,300 કરોડ સાથે ચોથા ક્રમે છે. ત્યારબાદ LSG ₹10,000 કરોડ સાથે પાંચમા સ્થાને છે.
આ યાદીમાં આગળ GT ₹9,600 કરોડ, KKR ₹9,500 કરોડ, SRH ₹8,800 કરોડ અને DC ₹8,600 કરોડ સાથે સ્થાન ધરાવે છે. સૌથી છેલ્લે PBKS ₹8,000 કરોડની નેટવર્થ સાથે દસમા ક્રમે છે.
RCBની વધતી લોકપ્રિયતા પાછળ ઘણા મોટા કારણો માનવામાં આવે છે. ટીમનો વિશાળ ફેનબેઝ, સોશિયલ મીડિયા પર જબરદસ્ત એન્ગેજમેન્ટ, મોટા બ્રાન્ડ્સ સાથેના સ્પોન્સરશિપ ડીલ્સ અને ખાસ કરીને નો વૈશ્વિક પ્રભાવ RCBને આ ઊંચાઈ સુધી લઈ ગયો છે.
IPLની ટીમોની આ વધતી નેટવર્થ બતાવે છે કે હવે ક્રિકેટ માત્ર રમત નથી રહી, પરંતુ તે મલ્ટી-બિલિયન ડોલર એન્ટરટેઇનમેન્ટ અને બિઝનેસ ઈન્ડસ્ટ્રી બની ગઈ છે. IPL ફ્રેન્ચાઇઝીસ હવે વૈશ્વિક ફૂટબોલ અને અમેરિકન સ્પોર્ટ્સ ટીમોની જેમ બ્રાન્ડ વેલ્યુ અને રોકાણકારોની દ્રષ્ટિએ ઝડપથી આગળ વધી રહી છે.
Net worth of each IPL franchise (Stockgo):
RCB – ₹16,706cr. 🥇
RR – ₹15,300cr. 🥈
MI – ₹13,500cr. 🥉4️⃣ CSK – ₹11,300cr.
5️⃣ LSG – ₹10,000cr.
6️⃣ GT – ₹9,600cr.
7️⃣ KKR – ₹9,500cr.
8️⃣ SRH – ₹8,800cr.
9️⃣ DC – ₹8,600cr.
🔟 PBKS – ₹8,000cr.— Mufaddal Vohra (@mufaddal_vohra) May 7, 2026

