ભારતીય વિકેટકીપર-બેટ્સમેન Rishabh Pantએ IPL 2026 દરમિયાન મોટો નિર્ણય લેતા Lucknow Super Giantsની કેપ્ટન્સી છોડવાની જાહેરાત કરી છે. સતત બે નિરાશાજનક સિઝન બાદ આ નિર્ણય લેવાયો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ફ્રેન્ચાઇઝીએ પણ પંતના રાજીનામાની સત્તાવાર પુષ્ટિ કરી છે.
IPL 2025 પહેલા LSGએ પંતને રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો અને ટીમની કમાન સોંપી હતી. પરંતુ તેમની આગેવાની હેઠળ ટીમ અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શકી નહોતી. 2025માં ટીમ સાતમા સ્થાને રહી હતી, જ્યારે IPL 2026માં તો LSGનું પ્રદર્શન વધુ ખરાબ રહ્યું અને ટીમ પોઈન્ટ ટેબલના તળિયે પહોંચી ગઈ.
અહેવાલો અનુસાર, LSGના ડિરેક્ટર ઑફ ક્રિકેટ ટોમ મૂડીએ પણ ટીમમાં “રીસેટ”ની જરૂરિયાતની વાત કરી હતી. તેમણે સંકેત આપ્યો હતો કે આગામી સિઝન પહેલા ટીમમાં નેતૃત્વ બદલાવ સહિત મોટા નિર્ણયો લેવામાં આવી શકે છે.
ઋષભ પંત માટે વ્યક્તિગત રીતે પણ આ સિઝન ખાસ સારી રહી નહોતી. બેટિંગમાં સતત નિષ્ફળતા અને કેપ્ટન તરીકે દબાણ વચ્ચે તેમની પર સોશિયલ મીડિયા પર પણ ભારે ટીકા થઈ હતી. જોકે, પંતે અંત સુધી ટીમ માટે લડવાની કોશિશ કરી હતી.
હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આગામી IPL સિઝનમાં LSGનો નવો કેપ્ટન કોણ બનશે? ફેન્સમાં આ ચર્ચાએ જોર પકડ્યું છે. બીજી તરફ, પંત ફરી માત્ર ખેલાડી તરીકે પોતાની જૂની ધમાકેદાર ફોર્મમાં વાપસી કરે તેવી આશા ક્રિકેટપ્રેમીઓ રાખી રહ્યા છે.
Here’s what LSG’s Director of Cricket Tom Moody said about Rishabh Pant stepping down as captain 🗣️#IPL2026 #RishabhPant https://t.co/3AaV1dsQqG pic.twitter.com/7fJiFzpdlo
— Cricbuzz (@cricbuzz) May 29, 2026
